સુરત : સુરત કેબલ સ્ટેઇડ બ્રિજ પર સેન્સર અને લાઇટિંગ માટેની કામગીરી આગામી એક બે અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે.લાઇટિંગની કામગીરી માટે બ્રિજનો એક તરફનો ભાગ 40 દિવસ માટે બંધ કરવાની કરેલી માંગણી માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરે પોલીસ કમિશનર સાથે વાટાઘાટો શરૂ કરી છે.જેને પગલે આગામી અઠવાડિયામાં શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેબલ સ્ટેઇડ બ્રિજનો કોઈપણ એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે એક મહિનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
મનપા કમિશનરે શહેર પોલીસ કમિશનર સાથે પણ મનપાના વિવિધ પ્રોજેક્ટો પૈકીના એક એવાં કેબલ સ્ટેઈડ બ્રિજ પ્રોજેક્ટની સેન્સર બેઝ મોનિટરિંગ તથા ફસાડ પ્રકારની લાઇટિંગ,પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે મનપા દ્વારા અંદાજે 10 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ યુનિટ કન્સ્ટ્રક્શનને સોંપ્યો હતો.દરેક કેબલ તથા બ્રિજન સ્ટ્રક્ચર પર સેન્સર સહિતની ટેકનિકલ કામગીરી હાથ ધરાશે આ ઉપરાંત વિશિષ્ટ પ્રકારની લાઇટિંગ પણ ઊભી કરી શકાય છે.
નોંધનીય છે કે કેબલ સ્ટેઇડ બ્રિજમાં સેન્સર બેઝ્ડ મોનીટરીંગ માટે બ્રિજન અથવા તરફના છેવાડે કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે.અસામાન્ય પરિસ્થિતિમાં કે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર સંજોગોમાં કેબલની ગતિવિધિ કેવી છે ? તે આ સેન્સર દ્વારા જાણી શકાશે. બ્રિજની ટેક્નિકમાં કોઈ ખામી સર્જાવાની શક્યતા હોય તો સેન્સર બેઝડ ટેકનોલોજીના કારણે એજન્સીને અને તંત્રને આગોતરી જાણ થઈ શકે છે.મનપાના સ્મેક સેન્ટર ખાતે પણ સેન્સર બેઝ મોનીટરીંગ ઓનલાઈન કરી શકાશે. આમ આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં શહેરીજનોને કેબલ બ્રિજ પર આકર્ષક લાઇટનો નજારો માણવા મળી શકે છે.જે સુરતની સુંદરતા અને કેબલ બ્રિજની આકર્ષકતમાં વધુ ઉમેરો કરશે.