કારગિલ વિજય દિવસ : જાણો ભારતીય સૈનિકોના શૌર્ય અને સાહસથી ભરેલી વિજયયાત્રાની સફર વિશે

125

– વર્ષ 1947-48માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને નિયંત્રણ રેખા અસ્તિત્વમાં આવી હતી

નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2022, મંગળવાર : કારગિલ યુદ્ધ, ભારતીય સેનાની બહાદુરીનું 23 વર્ષ જુનું પ્રમાણ છે. આખો દેશ આજે 26 જુલાઈના રોજ કારગિલમાં ભારતીય વીરોની બહાદુરીની ઉજવણી કરી રહ્યો છે.ભારતીય સેનાની પાકિસ્તાનને ધૂળ ચટાવનારી આ કામગીરીને ‘ઓપરેશન વિજય’ તરીકે પણ ઓળખવામાં આવે છે.પાકિસ્તાનની છેતરપિંડીથી શરૂ થયેલુ આ યુદ્ધ ભારતીય સૈનિકોના બહાદુરી અને વિજય સાથે સમાપ્ત થયું હતું.

વિભાજન અગાઉ કારગિલ લદ્દાખનો એક તાલુકો હતો.ત્યાં વિવિધ ભાષઓ,જાતિ અને ધાર્મિક જૂથના લોકો અલગ-અલગ ખીણોમાં રહેતા હતા.તે સમયે વર્ષ 1947-48માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને નિયંત્રણ રેખા અસ્તિત્વમાં આવી હતી.આ રેખાના કારણે લદ્દાખ જિલ્લાનું વિભાજન થયું અને સ્કાર્દુ તાલુકો પાકિસ્તાનનો ભાગ બની ગયો હતો.

આ બન્ને દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષનો આ સમયગાળો આટલેથી ન અટકતા વર્ષ 1971માં ફરીથી યુદ્ધ થયું હતું.આ યુદ્ધ બાદ શિમલા કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ કરાર મુજબ બન્ને દેશો વચન આપ્યું હતું કે, તેઓ સરહદના મુદ્દે સંઘર્ષ નહીં કરે.જો કે તેમ છતાં પણ બન્ને દેશો સૈનિક ચોકીઓ દ્વારા સિયાચીન ગલેશિયર ઉપર કબ્જો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ પછી વર્ષ 1990માં કાશ્મીરમાં અલગાવવાદીઓના કારણે તણાવ વધ્યો હતો.એવું કહેવાય છે કે આમાથી કેટલાકને પાકિસ્તા દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.ત્યારબાદ વર્ષ 1999માં બન્ને દેશોએ દ્વિપક્ષીય શાંતિ માટે લાહોર ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.જો કે પાકિસ્તાને તેની અવડચંડાઈ યથાવત રાખી હતી.પાકિસ્તાનની સેના ગુપ્ત રીતે સૈનિકો અને અર્ધલશ્કરી દળોને તાલીમ આપીને ભારતીય વિસ્તારમાં મોકલી રહી હતી.તેમાંથી કેટલાક મુજાહિદ્દીનના વેશમાં ભારતમાં ઘૂસ્યા હતા.

પાકિસ્તાનની મનશા શું હતી

પાકિસ્તાનની ઈચ્છા કાશ્મીર અને લદ્દાખ વચ્ચેની કડી તોડીને ભારતીય સેનાને સિયાચીન ગ્લેશિયરથી પીછેહટ કરવા મજબૂર કરવાની હતી.જો કે દેશની સેનાએ ભારતીય ક્ષેત્રમાં ઘૂષણખોરીનો જડબાતોડ જવાબ આપીને યુદ્ધ જીતી લીધું હતું.

યુદ્ધ ઉપર એક નજર

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ પાકિસ્તાનના ઘૂષણખોરોની સામે લડવામાં આવ્યું હતું.તેઓ નિયંત્રમ રેખા પાર કરીને ભારતીય ક્ષેત્રમાં આવી ગયા હતા.ભારતીય સેનાને જ્યારે પાકિસ્તાનના યોજનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ટૂંક સમયમાં 2 લાખ ભારતીય સૈનિકો પહોંચી ગયા હતા.

જ્યારે યુદ્ધ શરૂ થયુ ત્યારે પાકિસ્તાનને અગાઉથી ઉંચાઈવાળા ક્ષેત્રો ઉપર સ્થાન મળવાના કારણે ફાયદો થયો હતો.તેમના માટે ભારતીય સૈનિકો ઉપર ગોળીબાર કરવાનું સરળ બની ગયુ હતુ.પાકિસ્તાને 2 ભારતીય ફાઈટર જેટને તોડી પાડ્યા હતા અને એક ક્રેશ થઈ ગયું હતું.તે સમયે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાનને LOCથી પાછળ હટવાનું કહ્યું તો પાકિસ્તાને અમેરિકાના હસ્તક્ષેપની માંગણી કરી હતી.ત્યારબાદ પાકિસ્તાન પોતાની સૈન્યને હટાવવામાં વ્યસ્ત હતું ત્યારે ભારતીય સેનાએ બાકીની પાકિસ્તાની ચોકીઓ ઉપર હુમલો કર્યો હતો અને ઉંચાઈવાળા સ્થાન ઉપર નિયંત્રણ મેળવી લીધુ હતું.ભારતીય સેનાએ 26 જુલાઈ સુધી મિશન પૂરૂ કર્યું હતું. આ દરમિયાન 527 સૈનિકો શહીદ થયા હતા.તેની સામે પાકિસ્તાન પક્ષે 700 મૃત્યુ નોંધાયા હતા.

Share Now