વલસાડ : સમગ્ર રાજ્યમાં એક તરફ બરવાળાનો લઠ્ઠાકાંડ ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે બીજી તરફ વલસાડના અતુલમાં નાનાપૌંઢાના PSI તેના મિત્રના બંગલોમાં 3 કોન્સ્ટેબલ સહિત 19 લોકો સાથે દારૂ પાર્ટી કરતા રંગેહાથ પકડાયા છે.વલસાડ SPએ દારૂનો જથ્થો સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરી આગળની કાર્વયાહી હાથ ધરી છે.
દારૂનો જથ્થો, કાર તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે
રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસને દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.ત્યારે વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાને વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળી હતી.તેને ધ્યાનમાં લઇને SPએ રેડ પાડી તમામને રંગેહાથ ઝડપા પાડ્યા હતા.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
અતુલના મુકુંદ ફર્સ્ટ ગેટમાં સન્ની બાવીસકરની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી.જ્યાં નાનાપૌંઢાના PSI અને 3 કોસ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યાં હતા.વલસાડ SPએ 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
બરવાળામાં થોડા દિવસ પહેલાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો
ઉલ્લેખનીય છે કે, રાજ્યના બરવાળામાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના મોત થયા છે.બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા.લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.આ ઝેરી દારૂ પીધા બાદ અત્યાર સુધી 100થી વધુ લોકો સારવાર હેઠળ છે.એક બાજુ રાજ્યમાં લઠ્ઠાકાંડ સામે આવ્યું છે ત્યારે બીજી બાજુ વલસાડમાં ખુદ કાયદાના રખેવાળ જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.