ભારત પણ સાઉદી માફક કટ્ટરવાદના પંથે, હું ગાંડી નથી કે કડવા ચોથના વ્રત કરું : રત્ના પાઠક

162

– આપણને ધર્મને જીવનના મહત્વના ભાગ તરીકે સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે : રત્ના પાઠક

મુંબઈ, તા. 27 જુલાઈ 2022, બુધવાર : નસીરૂદ્દીન શાહની પત્ની અને અભિનેત્રી રત્ના પાઠકને લાગે છે કે ભારત એક રૂઢિચુસ્ત સમાજ બની રહ્યો છે.તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું ભારત સાઉદી અરબ બનવા ઈચ્છે છે? રત્ના પાઠકે કહ્યું હતું કે, એક રૂઢિચુસ્ત સમાજ સૌથી પહેલા પોતાના ત્યાંની મહિલાઓ ઉપર પાબંધીઓ લાદે છે. 21મી સદીની મહિલાઓ કેવી રીતે હજુ પણ કરવાચોથ જેવી જૂની પરંપરાઓને નિભાવી રહી છે.આપણે અંધશ્રદ્ધાળુ બની રહ્યા છીએ.

રત્ના પાઠકે કહ્યું હતું કે, મહિલાઓ માટે હજુ પણ સ્થિતિ બદલાઈ નથી અથવા કેટલાક વિસ્તારોમાં નાની કક્ષાના પરિવર્તનો આવ્યા છે.આપણો સમાજ ખૂબ જ રૂઢિચુસ્ત બની રહ્યો છે.આપણે અંધશ્રદ્ધાળુ બની રહ્યા છીએ.આપણને ધર્મને જીવનના મહત્વના ભાગ તરીકે સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.મને ગયા વર્ષે કોઈએ પ્રથમ વખત પૂછ્યું હતું કે, શું હું કરવાચોથનું વ્રત કરું છું? મેં કહ્યું હતું કે, શું હું પાગલ છુ? શું તે ડરામણું નથી કે આધુનિક યુગની શિક્ષિત મહિલાઓ તેમના પતિના આયુષ્યને વધારવા માટે કરવાચોથનું વ્રત કરે છે.ભારતમાં વિધવા બનવું તે ભયાનક સ્થિતિ માનવામાં આવે છે. 21મી સદીમાં આપણે આ પ્રકારની વાતો કરી રહ્યા છીએ?

શું આપણે સાઉદી અરબ બનવા માંગીએ છીએ?

રત્ના પાઠકે કહ્યું હતું કે, આપણે એક ખૂબ જ રૂઢિચુસ્ત સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ.રૂઢિચુસ્ત સમાજનું પ્રથમ કામ મહિલાઓને બંધન આપવાનું છે.દુનિયાના કોઈ પણ રૂઢિચુસ્ત સમાજને જોઈ લો.આવા સમાજમાં મહિલાઓ સૌથી વધારે પ્રભાવિત થાય છે.સાઉદી અરબમાં મહિલાઓ માટે શું સ્કોપ છે.શું આપણે સાઉદી અરબ બનવા ઈચ્છીએ છીએ? આપણે બની પણ જઈશું કારણકે તે ખૂબ જ સરળ છે?

Share Now