હૈદરાબાદના ગેંગરેપના આરોપીઓને જામીન આપતી વખતે કોર્ટે આશ્ચર્ય પમાડે તેવી શરત આરોપીઓની માતા સમક્ષ રાખીને જમીન આપ્યા છે.હૈદરાબાદ ગેંગરેપ કેસમાં હાઇકોર્ટની બેન્ચે વિચિત્ર શરત મૂકી હતી.બુધવારે તેલંગાણા હાઈકોર્ટે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં એક પબમાંથી અપહરણ કરાયેલી 16 વર્ષની સગીરા પર સામુહિક બળાત્કાર કરવા બદલ જૂનની શરૂઆતમાં ધરપકડ કરાયેલા પાંચમા કિશોર સદુદ્દીન મલિકને શરતી જામીન આપ્યા હતા. AIMIM ધારાસભ્યના પુત્રને જામીન આપતાં તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ કે સુરેન્દરે કહ્યું હતું ,કે આરોપીની માતાએ બાહેંધરી આપવી જોઈએ કે આરોપી ગુનાનું પુનરાવર્તન નહીં કરે.આ ઉપરાંત અન્ય કેટલીક ‘શરતો’ના આધારે જઘન્ય ગુનાના મુખ્ય આરોપી AIMIM ધારાસભ્યના પુત્રને બુધવારે જામીન આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, એક દિવસ પહેલા, ધરપકડ કરાયેલા પાંચ સગીરોમાંથી ચારને નામપલ્લી ફોજદારી અદાલત સંકુલના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.જોકે બોર્ડે સદુદ્દીન મલિકની જામીન અરજી નામંજૂર કરી હતી કારણ કે તેની જામીન અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ હતી.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે માતા-પિતાએ આરોપીને ‘તેનો અભ્યાસ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ અને ખાતરી આપવી જોઈએ કે, જામીન પર બહાર આવ્યા બાદ કિશોરને પીડિતાના સંપર્કમાં આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં’. ન તો તે કોઈ અજાણ્યા ગુનેગાર સાથે સાંઠગાંઠ કરશે અને ન તો કોઈ નૈતિક,શારીરિક કે માનસિક યાતના આપવામાં આવશે તેમ કોર્ટે જણાવ્યું હતું.વધુમાં કોર્ટે ઉમેર્યું હતું કે આરોપીની માતાએ છ મહિનાના સમયગાળા માટે દરેક મહિનાના પહેલા સોમવારે સંબંધિત જિલ્લા પ્રોબેશન ઓફિસર (ડીપીઓ) ને રિપોર્ટ કરવું પડશે.બદલામાં જિલ્લા પ્રોબેશન ઓફિસરે,ધારાસભ્યના પુત્રની પ્રવૃત્તિઓ પર કડક તકેદારી રાખીને આગામી છ મહિના માટે બોર્ડને માસિક અહેવાલ સબમિટ કરવો પડશે.
આ ઉપરાંત કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે જો આરોપી વ્યક્તિના માતા-પિતા સ્થળાંતર કરે છે,તો તેઓએ બોર્ડને જાણ કરવી અને તેમનું નવું સરનામું પ્રદાન કરવું જરૂરી છે.જામીન આપતી વખતે જસ્ટિસ કે સુરેન્દરે આરોપીના માતા-પિતાને તેમના પુત્રનો પાસપોર્ટ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.જો આરોપી કિશોર પાસે પાસપોર્ટ ન હોય,તો માતાપિતાએ આ સંબંધમાં એફિડેવિટ ફાઇલ કરવી પડશે એમ કોર્ટે જણાવ્યું હતું.હાઈકોર્ટે નિર્દેશો જારી કર્યા પછી આરોપી સદુદ્દીન મલિકને જે ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યો હતો તેમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, પાંચમો આરોપી હૈદરાબાદમાં 16 વર્ષની સગીરા ઉપર બળાત્કારના ગંભીર ગુનામાં સામેલ હતો.કોર્ટે આ કેસના મુખ્ય આરોપી સદુદ્દીન મલિકને જામીન આપવાનો પણ ઇનકાર કર્યો હતો.પાંચેય યુવાનોએ જુવેનાઈલ બોર્ડમાં જુન મહિનામાં બે વખત અલગ-અલગ જામીન અરજીઓ દાખલ કરી હતી પરંતુ તે બંનેને નામંજૂર કરવામાં આવી હતી.જોકે મંગળવારે ચારેયને 5,000 રૂપિયાની જામીનની જોગવાઈ પર જામીન આપવામાં આવ્યા હતા.નામપલ્લી ફોજદારી અદાલત સંકુલના જુવેનાઈલ ન્યાય બોર્ડે જામીન મંજૂર કરતી વખતે ચારેયને તપાસકર્તાઓને સહકાર આપવા અને જ્યારે પણ તેમને સમન્સ પાઠવવામાં આવે ત્યારે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.આ કેસના મુખ્ય આરોપી સદુદ્દીન મલિકની પોલીસે 3 જૂને ધરપકડ કરી હતી અને તેને ચંચલગુડા જેલમાં રાખવામાં આવ્યો હતો જ્યારે અન્ય સગીર આરોપીઓને જુવેનાઇલ કોર્ટની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખિત કેસમાં તમામ સગીર આરોપીઓની ઉંમર 16 થી 18 વર્ષની વચ્ચે છે, મલિક, AIMIM ધારાસભ્યનો પુત્ર છે, જેને 18 વર્ષનો થવામાં માત્ર એક મહિનાની વાર છે.પોલીસે આરોપીઓ પર કલમ 376-D (સામૂહિક બળાત્કાર),ભારતીય દંડ સંહિતાની 323 (હાનિ પહોંચાડવી), અને 376 (અપહરણ).બળાત્કારનું રેકોર્ડિંગ કરવા અને તસવીરો અને વીડિયો વિતરિત કરવા બદલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુના દાખલ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ પોલીસે 9 જૂને કહ્યું હતું કે તેઓ 18 વર્ષથી ઓછી વયના આરોપીઓ પર પુખ્ત વયના તરીકે કેસ ચલાવવા માટે દબાણ કરશે જેથી તેમને કિશોર હોવાના કારણે હળવી સજા ન મળે.જો કે, ચારેયને 26 જુલાઈના રોજ જામીન આપવામાં આવ્યા હતા અને પાંચમાને જે આ કેસમાં મુખ્ય આરોપી હતો તેને 27 જુલાઈના રોજ અર શરતે જામીન આપવામાં આવ્યા હતા, કે ‘તે ગુનાનું પુનરાવર્તન નહીં કરે’,
28મી મે 2022ના રોજ, 17 વર્ષની સગીરા હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એમનેશિયા એન્ડ ઈન્સોમ્નિયા પબમાં પાર્ટીમાં ગઈ હતી.પાર્ટી તેના બે મિત્રો દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.કેટલાક અન્ય છોકરાઓ પણ તેણીને તે જ પબમાં મળ્યા હતા,જ્યાંથી તેણીને મર્સિડીઝ કારમાં લઈ જવામાં આવી હતી ત્યારબાદ આરોપી દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો.જે મર્સિડીઝ કારમાં સગીરા પબથી નીકળી હતી તે ટીઆરએસ નેતાની હતી અને એક ઈનોવા કાર જેમાં આ ગુનો થયો હતો તે વકફ બોર્ડના કર્મચારીની હતી.