લઠ્ઠાકાંડ ઈફેક્ટ : ઓલપાડના PSI સહિત 3 પોલીસકર્મી અને વલસાડમાં PSI સહીત 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

148

– કઠોદરા ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં DGPની કાર્યવાહી
– વલસાડમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ મામલે કાર્યવાહીથી પોલીસ વિભાગમાં સન્નાટો

સુરત – વલસાડ : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ પોલીસ મથક વિસ્તારમાં આવેલા કઠોદરા ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાનો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં સુરત રેન્જના એડિશનલ DGPએ પ્રાથમિક તપાસ બાદ આ પ્રકરણમાં PSI તેમજ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેતાં જિલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાય ગયો છે.જ્યારે વલસાડ જિલ્લામાં બર્થડે પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ અંગે જિલ્લા પોલીસ વડાએ રેડ કરી હતી.જેમાં નાનાપોઢા પોલીસ મથકના PSI અને જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 3 કોન્સ્ટેબલને મળી કુલ 19 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.ત્યારે આ મામલે SPએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી PSI તેમજ 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

સુરત જિલ્લાના કઠોદરા ગામમાં કીમ નદીના કાંઠે અવાવરૂ સ્થળે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લેવાની સાથે તાત્કાલિક અસરથી પીએસઆઈ પ્રકાશ પંડ્યા સહિત કોન્સ્ટેબલ અનિલ વસંતરાવ અને નિલેશ રામુભાઈને સસ્પેન્ડ કરવાનો આદેશ ફટકારવામાં આવ્યો છે.આ સિવાય દેશી દારૂની ભઠ્ઠી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે વલસાડ જિલ્લામાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલની જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલા એક બંગ્લામાં LCB અને અન્ય પોલીસ જવાનોએ રેડ કરી હતી.જેમાં નાનાપોઢા PSI અને જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 3 પોલીસ જવાન સહિત કુલ 19 ઈસમો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.જેથી પોલીસે 18 બોટલ દારૂનો જથ્થો, 5 કાર, 7 મોપેડ, 26 મોબાઈલ મળી 26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલે વલસાડ રૂરલ પોલીસ મથકે દારૂની મહેફિલનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ કેસમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ નાનાપોઢા PSI અને 3 પોલીસ જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો આદેશ કર્યો હતો.તેમજ દારૂની મહેફિલમાં ઉપસ્થિત રહેનાર પોલીસ જવાનો સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીના આદેશ સોંપતા જિલ્લામાં પોલીસ વિભાગમાં સન્નાટો છવાઈ ગયો હતો.

સુરતના લકઝરી બસના ક્લીનરની બરવાળાના સોલનપુરથી દેશી દારૂ પીધા બાધ તબિયત લથડી હતી

બોટાદ જિલ્લાના બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાર્ડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે, હરી માધવ ટ્રાવેલ્સના ક્લીનરે બે દિવસ પહેલા દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતા સારવાર માટે સુરતની હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યો છે.સુરત આવતા જ તેને એકાએક દેખાતું બંધ થઈ બેભાન થઈ ગયો હતો.સુરતના કતારગામના આંબા તલાવડી પાસે આવેલા વડાલા પાર્કિંગમાં રહેતો બળદેવ વિહાભાઈ ઝાલા માઘવ ટ્રાવેલ્સમાં ક્લીનર તરીકે કામ કરે છે.તે અમદાવાના માંડલ તાલુકાના ઢસા ગામનો વતની છે.ચાર દિવસ પહેલા એટલે કે 24 જુલાઈના રોજ તે સુરતથી બોટાદ બસમાં ગયો હતો.ત્યાંથી તે પિતાના પાસલે પોલારપૂર ગામ ગયો હતો.ત્યાં ત્રણ દિવસ રોકાયો હતો.આ દરમિયાન બળદેવે ગામ માંથી દેશી દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ તબીયત બગડતા બસના ડ્રાયવર બરવાળાના સીએસી સેન્ટર ખાતે તેને લઈ ગયો હતો.પ્રાથમીક સારવાર બાદ તેને સારૂ લાગતા તે 27 મી જુલાઈએ બસમાં પરત સુરત આવ્યો હતો.સુરત આવ્યા બાદ વડાલા પાર્કિગમાં જ બસની બહાર સુઈ ગયો હતો. બીજા દિવસે તે ઓફિસે ન આવતા તેનો શેઠ તેને જોવા ત્યાં ગયો હતો.તે બેભાન હાલતમાં મળી આવતા તુરંત તેને સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.લઠ્ઠાકાંડનો ભોગ બનેલા હરી માધવ ટ્રાવેલ્સના ક્લીનર બળદેવ ઝાલાએ જણાવ્યું હતું કે દેશી દારૂની પોટલી પીધા બાદ ધીરે ધીરે તબિયત લથડવા લાગી હતી.સૌ પ્રથમ તો બન્ને આંખે અંધારા આવવા લગ્યાં હતા. પાણી પીવાની સાથે જ વોમિટ થઇને બહાર નીકળી જતું હતું.બાદમાં ચક્કર પણ આવ્યા હતા અને તબિયત વધુ બગડતી જતી હતી.

Share Now