– પ્રોફેસર નિકુલ પટેલ સામે તપાસ કરી જો દોષિત ઠરે તો તમામ પદેથી હકાંલપટ્ટી કરવા માંગ
– જો કે પ્રોફેસર નિકુલ પટેલે વિદ્યાર્થી દ્વારા કરવામાં તમામ આરોપો ખોટા અને રાજનીતિ પ્રેરિત હોવાનું જણાવ્યું હતુ.
વડોદરા : થોડા દિવસ પહેલા વડોદરાની જગવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં એક વિદ્યાર્થીએ પ્રોફેસર વિરુદ્ધ સનસનીખેજ આરોપો કરતો પત્ર સેનેટ – સિન્ડિકેટ મેમ્બર તથા વાઇસ ચાન્સેલરને લખીને મોકલતા ખળભળાટ મચ્યો હતો. વિદ્યાર્થીએ MSU ના વાઇસ ચાન્સેલરને ઉદ્દેશી કરેલી અરજી સ્વરૂપે કરેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા. 25ના રોજ મીકેનીકલ ડિપાર્ટમેન્ટના આસીસ્ટન્ટ પ્રોફેસર નિકુલ ખુશાલભાઇ પટેલે તારે આવા પત્રો જોઇતા હોય તો બે-ત્રણ હજાર રૂપિયા અથવા સારા બ્રાંડની સ્કોચ વ્હીસ્કી લાવવી પડે.તેમ જણાવ્યુ હતુ.જો કે આ મામલે નિકુલ પટેલે તમામ આરોપો ફગાવી દીધા હતા.
હવે આ મામલે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા એમ.એસ યુનિવર્સિટી રજીસ્ટારને આવેદન પત્ર આપી પ્રોફેસર નિકુલ પટેલ સામે તપાસ કરી જો દોષિત ઠરે તો તમામ પદેથી હકાંલપટ્ટી કરવા માટે આવેદન પત્ર પાઠવામાં આવ્યુ છે.વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યુ છે કે ટેકનોલાજી ફેકલ્ટીના પ્રોફેસર નિકુલ પટેલ સાહેબ એ એક વિદ્યાર્થી પાસે 1 દારૂની બોટલ અને ત્રણ હજાર રૂપિયાની માંગ કરેલી એવી ફરિયાદ અમને મળેલ છે.આ યુનિવર્સિટી એક વિદ્યાનું મંદિર છે.એના માટે આ અશોભનીય ઘટના છે.અમારી માંગ છે કે નિકુલ પટેલ સાહેબને તાત્કાલિક ધોરણે એક્ઝામ સેકશનમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેમજ તેમના પર કમિટી બેસાડી તપાસ કરવામાં આવે.જો દોષિત ઠરે તો યુનિવર્સિટીના તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા મુજબ નિકુલ પટેલે ગાળો બોલીને દારૂ અને પૈસાની માંગ કરી હતી.સાથે જ જો કોઇને કહીશ તો મારી નખાવવાની ધમકી પણ આપી હતી.જો કે બીજી તરફ યુનિના પ્રોફેસર નિકુલ પટેલે વિદ્યાર્થી દ્વારા કરવામાં તમામ આરોપો ખોટા અને રાજનીતિ પ્રેરિત હોવાનું જણાવતા કહ્યું કે, હું સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢું છું.ફરિયાદમાં કીધેલ દારૂ પીવાનું,પૈસા માંગવાનું,હું કોઈ દિવસ દારૂ પીતો નથી,પૈસા માંગતો નથી.મારા 20 વર્ષના કાર્યકાળ દરમિયાન હું કોઈ દિવસ ગાળો બોલ્યો નથી.ત્યાર બાદ મને એમ લાગે છે કે જે રીતે હું યુનિમાં કાર્ય કરી રહ્યો છું, આ એક પોલિટિકલ ષડયંત્ર છે.