નવી દિલ્હી, તા. 01 ઓગસ્ટ 2022 સોમવાર : ITR દાખલ કરવાની અંતિમ તારીખ વીતી ચૂકી છે. આ માટે લાસ્ટ ડેટ 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી.હવે આ જરૂરી કામને કરવા માટે તમારે દંડ ચૂકવવો પડશે,પરંતુ તમે માત્ર 1000 રૂપિયા પેનલ્ટીની સાથે આ જરૂરી કામને પુરુ કરી શકો છો.
31 ડિસેમ્બર સુધી ભરી શકશો આઈટીઆર
ડેડલાઈન ખતમ થયા બાદ હવે રિટર્ન ફાઈલ કરવા પર તમારે દંડ ભરવો પડશે.ઈન્કમટેક્સના નિયમો અનુસાર 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી આવક હોવા પર દંડની રકમ 1,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.જો તમારી આવક 5 લાખથી વધારે હોય તો દંડની રકમ 5,000 રૂપિયા હશે. રિટર્ન અંતિમ તારીખ બાદ 31 ડિસેમ્બર 2022 પહેલા દાખલ ના કર્યુ તો આ દંડ બમણો થઈ જશે. 5,000 રૂપિયા સિવાય 10,000 રૂપિયા ચૂકવવા પડશે.
આ મામલે 1000 રૂપિયા દંડ
ઈનકમના Section 234F અનુસાર રિટર્ન ફાઈલ કરવાની લાસ્ટ ડેટ બાદ આઈટીઆર દાખલ કરવા પર દંડ તરીકે 5,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.જો વ્યક્તિની કુલ આવક 5 લાખ રૂપિયા કરતા વધારે નથી તો આ કામને માત્ર 1000 રૂપિયાની પેનલ્ટીની સાથે પુરુ કરવામાં આવી શકે છે.જો કોઈ વ્યક્તિની કુલ આવક આના દ્વારા પસંદ કરવામાં આવેલી ટેક્સ વ્યવસ્થા હેઠળ,બેઝિક એગ્જેંપ્શન લિમિટને પાર નથી કરતી તો તેને બિલેટેડ ITR ફાઈલ કરતા કોઈ પેનલ્ટીથી છુટ રહેશે.
ITRને વેરિફાઈ કરવુ જરૂરી
અત્યાર સુધી ભરવામાં આવેલા આઈટીઆરમાંથી 3 કરોડ કરતા વધારે ITR વેરિફાઈ થવાની પ્રક્રિયામાં છે.રિફંડ રોકાયા વિના મેળવવા માટે આને વેરિફાઈ કરવુ ખૂબ જરૂરી છે.જો તમારો મોબાઈલ નંબર અને પાન કાર્ડ નંબર આધાર સાથે લિંક છે તો આ કાર્યને આધાર બેઝ વન-ટાઈમ પાસવર્ડ (OTP)ના ઉપયોગથી પૂરૂ કરવામાં આવી શકે છે