NIA અને ગુજરાત ATS ના સતત બીજા દિવસે પણ સુરતમાં ધામા, શકમંદ યુવકની પૂછપરછ જારી

214

– દેશવિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની શંકાને આધારે ગુજરાત ATS અને NIAની મોટી કાર્યવાહી
– સુરતના ભાગા તળાવ વિસ્તારમાંથી શકમંદ યુવકની ગત રોજ અટકાયત કરાઈ

સુરત : તાજેતરમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં સુરતના ભાગા તળાવ વિસ્તારમાં રહેતા શકમંદ યુવકની અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરવામાં આવી છે.અબ્દુલ જલીલ નામનો યુવક દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાની શંકાને આધારે કાર્યવાહી કરાઈ છે.જોકે હાલ આ મામલે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ગત રોજ NIA, ગુજરાત ATS ની ટીમે સુરત SOG પોલીસ સાથે મળી ભાગા તળાવ વિસ્તારમાં ત્રાટકી હતી.દેશવિરોધી પ્રવૃત્તિ ચાલતી હોવાની શંકાને આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં અબ્દુલ જલીલ નામના શકમંદ યુવકની અટકાયત કરવામાં આવી હતી.અબ્દુલ જલીલને અટકાયત બાદ ગોપીપુરા વિસ્તારમાં આવેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાર્યાલયમાં આ યુવકની પોલીસ દ્વારા સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી.જોકે પુછપરછ બાદ આ યુવકને મોડી રાત્રે છોડી મૂકાય હતો.યુવક દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાની શંકા ને આધારે તેની અટકાયત કરાઈ હતી.ત્યારે બીજા દિવસે વધુ પૂછપરછ માટે અબ્દુલ જલીલને પોલીસ દ્વારા ફરી બોલાવવામાં આવ્યો છે.મહત્વનું છે કે આ કેસમાં અબ્દુલ જલીલના મિત્રની પણ તપાસ કરવામાં આવી હતી.આ સાથે પોલીસ દ્વારા પણ એ તપાસ કરવામાં આવી રહી છે કે અબ્દુલ જલીલ કેટલા સમયથી સુરતમાં રહે છે.જો તે દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ છે તો તેની સાથે અન્ય કોણ સંડોવાયા છે તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે હજીસુધી પોલીસ દ્વારા આ મામલે કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Share Now