બાળમંદિરના ભૂલકાઓને જુમ્માની નમાઝ દેખાડવાનો પ્રયાસ કરવાનો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે.શહેરના વડસર વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા તા.૫, ઓગસ્ટ શુક્રવારે બાળમંદિરના ભૂલકાઓને જુમ્માની નમાઝની મુલાકાતે લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે પછી વાલીઓ અને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શાળાના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને અગાઉ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા અને એક અજ્ઞાત માતા-પિતાને પણ ટાંક્યા હતા જેમણે ‘મસ્જિદના પ્રવાસમાં કંઈ ખોટું લાગ્યું નથી’. અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે અનામી માતા-પિતાએ દાવો કર્યો હતો કે તમામ માતા-પિતાએ તેમના બાળકોને મસ્જિદ મોકલવા માટે સંમતિ આપી હતી.
એક ન્યૂઝ પોર્ટલની ટીમે બજરંગદળના શહેર સંયોજક કેતન ત્રિવેદી સાથે ટેલીફોનીક વાત કરતા તેઓ ચોંકાવનારા ખુલાસો કર્યાં હતાં
તેમણે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓએ અમને જાણ કરી કે સ્કુલ તરફથી અમને એક પત્ર મળ્યો છે,જેમાં નર્સરી અને પ્રી.નર્સરીના બાળકોને જુમ્માના દિવસે એટલેકે શુક્રવારના રોજ મસ્જીદમાં પ્રવાસે લઇ જવામાં આવશે, આટલી નાની વયના બાળકોને ધર્મ અંગે સમજ નથી હોતી, બાળકનું મગજ હજુ વિકાસ કરી રહ્યું હોય છે, આટલા નાણા બાળકોને અત્યારથી આ પ્રમાણેની પ્રવૃત્તિ કરાવશો તો તેઓ પર વિપરીત અસર પાડી શકે.જો માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓને લઇ જવાની વાત હોત તો કોઈ વિરોધ નહોતો,
મસ્જીદ પ્રવાસ શાળાનો અભ્યાસક્રમ
વધુ વાત કરતા કેતન ત્રિવેદી જણાવે છે કે ” VHP અને બજરંગ દળે જયારે શાળા સંચાલકની મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યું ત્યારે અમને રિસેપ્શન પર અટકાવી દેવામાં આવ્યા,ત્યારબાદ વિવાદ વધવાની ભીતિ લગતા સંચાલક મળવા તૈયાર થયા, જયારે અમે મસ્જીદ મુલાકાતની વાત કરી ત્યારે તેઓએ એમ જણાવ્યું કે આ તેમના શાળા અભ્યાસક્રમનો ભાગ છે, જેથી બાળકો ધર્મ વિષે જાણી શકે”
ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે VHPએ શાળાના સંચાલકોને કહ્યું હતું કે “આ પ્રકારના પ્રવાસથી કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની સંભાવના છે અને આ શૈક્ષણિક પ્રવાસ કરતાં વધુ સ્ટંટ જેવું લાગે છે.તેમણે કહ્યું કે શાળાએ શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ, ધર્મ પર નહીં. “બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમને એવા સ્થાન પર લઈ જાય છે જ્યાં તેમના મનનો વિકાસ થાય છે.તેમને આવા ધાર્મિક સ્થળોએ લઈ જઈને તમે તેમને ધર્મ વિશે વિચારવાનું શરૂ કરાવડાવો છો,જેમ કે મુસ્લિમો શું કરે છે, ખ્રિસ્તીઓ શું કરે છે.તેના બદલે તેમને પોલીસ સ્ટેશન કે આર્મી કેમ્પમાં કેમ ન લઈ જવામાં આવે? જેથી અત્યારથીજ તેઓમાં દેશભક્તિ જાગૃત થઇ શકે.”
આ ઉપરાંત અજ્ઞાત માતા-પિતાએ બજરંગ દળના કાર્યકરોને ‘ફ્રિન્જ ગ્રૂપ’ તરીકે ઓળખાવ્યા હતા અને દાવો કર્યો કે તેઓ નિરાશ હતા કે તેમનું બાળક મસ્જિદમાં નઈ જઈ શકે કારણ કે તેઓ અગાઉ ચર્ચમાં ગયા હતા અને ખ્રિસ્તી પૂજા સ્થળ વિશે શીખ્યા હતા.અન્ય એક અનામી માતા-પિતાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમની પુત્રી મસ્જિદની મુલાકાત લેવા માટે ઉત્સાહિત હતી કારણ કે તેઓ બાળકને મસ્જિદ વિશે કહેતા હતા અને અગાઉ ક્યારેય મસ્જીદ ગયા નથી.
નોંધનીય છે કે તમામ મસ્જિદોમાં મહિલાઓને માટે પ્રવેશવાની મંજૂરી નથી.વિદ્યાર્થીઓને જે મસ્જિદમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને જ્યાં બાળકીઓ જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી અને મહિલાઓને પણ ત્યાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં આ પ્રકારની મંજુરી છે કે નહિ તે સ્પષ્ટ નથી.અંતે વાલીઓએ વાંધો ઉઠાવ્યા બાદ અને બજરંગ દળના કાર્યકર્તાએ શાળાની બહાર રામ ધૂન ગાઈને વિરોધ નોંધાવતા શાળાએ ઓગસ્ટ મહિના માટેના તેમના તમામ પ્રવાસો રદ કાર્ય હતા અને, બાળકોને મસ્જીદ નહિ લઇ જવાની મૌખિક બાહેંધરી આપી હતી.