ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત : શિંદે જૂથની અરજી પર હાલ કોઈ નિર્ણય ન લેવા ચૂંટણી પંચને આદેશ

132

મુંબઈ, તા. 04 ઓગસ્ટ 2022 ગુરુવાર : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય સંકટને મુદ્દે દાખલ અરજીઓ પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે ઉદ્ધવ ઠાકરેને મોટી રાહત આપતા ચૂંટણી પંચને શિંદે જૂથની અરજી પર અત્યારે કોઈ નિર્ણય ન લેવા માટે કહ્યુ છે.સીજેઆઈ એનવી રમણએ કહ્યુ કે 8 ઓગસ્ટે ચૂંટણી પંચમાં તમામ પાર્ટીઓએ જવાબ દાખલ કરવાનો છે.જો પાર્ટી જવાબ દાખલ કરવા માટે સમય માગે છે તો EC તેને સમય આપવા મુદ્દે વિચાર કરે.સુપ્રીમ કોર્ટમાં આ મામલે સોમવારે સુનાવણી થશે.

એટલુ જ નહીં કોર્ટે કહ્યુ કે તે આ કેસને સુનાવણી માટે 5 જજની બંધારણીય બેંચને મોકલવો કે કેમ તે 8 ઓગસ્ટે નક્કી કરશે.ધારાસભ્યોની અયોગ્યતાની માગને લઈને દાખલ અરજી પર સુનાવણી કરતા સીજેઆઈએ કપિલ સિબ્બલને પૂછ્યુ કે રાજકીય પાર્ટીની માન્યતાનો આ મુદ્દો છે આમાં અમે કેવી રીતે દખલગીરી કરીએ.ચૂંટણી પંચનો આ મુદ્દો છે.

અમે એક અલગ બંધારણીય સંસ્થા છીએ- ચૂંટણી પંચ

કપિલ સિબ્બલે કહ્યુ કે 30/40 ધારાસભ્ય કોઈ પણ રાજકીય પાર્ટી કરી કહી શકે છે કે તે જ અસલી પાર્ટી છે.
ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યુ છે કે જો આવા મુદ્દે કોઈ પક્ષ પંચ પાસે આવે છે તો તે સમયે પંચની એ ફરજ છે કે તે નક્કી કરે કે અસલી પાર્ટી કઈ છે. EC તરફથી કહેવામાં આવ્યુ કે અમે એક અલગ બંધારણીય સંસ્થા છીએ. અમે દસ્તાવેજ માગ્યા છે.આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે અલગ છે.

Share Now