મની લોન્ડ્રિંગ મામલે સંજય રાઉત 8 ઓગષ્ટ સુધી રિમાન્ડ પર, પત્નીને પણ EDનું તેડું

119

મુંબઈ, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવાર : પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડ્રિંગ મામલે શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ પણ રાહત નથી મળી.કોર્ટના આદેશ પર તેમના 8 ઓગષ્ટ સુધીના રિમાન્ડ વધારવામાં આવ્યા છે. EDના અધિકારીઓએ રાઉતની ગત રવિવારના રોજ તેમના ઘરમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

મની લોન્ડ્રિંગ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉત ખૂબ જ કરાબ રીતે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે.ગત રવિવારે EDના અધિકારીઓએ તેમના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ 6 કલાક સુધી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. EDએ કોર્ટમાં હાજર કર્યા બાદ તેમને પહેલા 4 ઓગષ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.ગુરૂવારે EDના અધિકારીઓએ સંજય રાઉતને વિશેષ અદાલતમાં હાજર કર્યા હતા અને રિમાન્ડની માગ કરી હતી.કોર્ટના આદેશ પર રાઉતને 8 ઓગષ્ટ સુધી ફરી EDના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

વર્ષા રાઉતને પણ EDનું તેડું

પાત્રા ચાલ કૌભાંડમાં સંજય રાઉતની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી.હવે આ મામલે તેમની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે. ED આ મામલે વર્ષા રાઉતની પૂછપરછ કરશે.શુક્રવારે 5 ઓગષ્ટના રોજ સવારે 11:00 વાગ્યે EDએ વર્ષા રાઉતને પૂછપરછ માટે બોલાવી છે.

Share Now