– પોલીસની હાજરીમાં પણ વિદ્યાર્થીઓ અને બન્ને પક્ષના કાર્યકરોએ ભારે તોફાન મચાવ્યું
– મારામારી એ હદે પહોંચી હતી કે અમુક યુવાનો લોહી લુહાણ થયા
સુરત : સુરતની વેસુ રોડ ઉપર આવેલી સાસમા કોમર્સ કોલેજમાં યુવતીની છેડતીના મુદ્દે એન.એસ.યુ.આઈ આજ રોજ રજૂઆત કરવાના હતા.જો કે તે પહેલા જ ABVP અને NSUI ના કાર્યકરો અને કોલેજના છાત્રો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. કોલેજમાં મારામારી સુધી પહોંચી ગયેલા મામલાને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અને મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કર્યા હતો.જો કે પોલીસની હાજરીમાં પણ વિદ્યાર્થીઓ અને બન્ને પક્ષના કાર્યકરોએ ભારે તોફાન મચાવ્યું હતું.
આ અંગે NSUI કાર્યકર માનિષ દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના બન્યા બાદ હું પહોંચ્યો હતો.મયુર ધનેતર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. જેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ લઈ આવ્યા છે.કોલેજની યુવતીઓની છેડતી કરાતી હોવાની ફરિયાદને લઈ આજે NSUI રજુઆત કરવાનું હતું.ત્યાં જ સાસમાં કોમર્સ કોલેજ કેમ્પસમાં જ વાર્તાલાપ દરમિયાન આ હુમલો કરાયો છે.વિડીયોમાં કેટલાક હુમલાખોરો સ્પષ્ટ દેખાય છે.
વધુમાં જણાવ્યું હતું કે છેડતી કરનાર ABVPનો સભ્ય છે કે નહીં એ તપાસનો વિષય છે.પરંતુ હુમલાખોરો ચોક્કસ ABVP ના જ છે એ કહી શકાય છે.અને આ બાબતે અમારી લડત ચાલુ જ રહેશે.હાલ સારવાર બાદ અમો પોલીસ ફરિયાદ કરી ન્યાયની અપીલ કરીશું. પોલીસની હાજરીમાં જ હુમલો થયો છે.ન્યાય મળશે એની આશા રાખીએ છીએ.
મળતી માહિતી મુજબ સાસમા કોમર્સ કોલેજમા થયેલ ઘર્ષણમાં વિદ્યાર્થીઓએ કોલેજની બારીઓ,ખુરશીઓ સહિતની અનેક વસ્તુઓની તોડફોડ કરી હતી અને પોલીસ હોવા છતાં પણ મારામારી એ હદે પહોંચી હતી કે અમુક યુવાનો પણ લોહી લુહાણ થયા હતા.હાલ આ મામલે કોલેજ પ્રશાસન દ્વારા પાંચ સ્ટુડન્ટને સસ્પેન્ડ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે