સુરતમાં બે સંતાનની માતાએ લગાવી મોતની છલાંગ

157

– ઉધના અંબર કોલીનીમાં બની આ ઘટના
– બે પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી
– ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ ઉધના, અંબર કોલીની ખાતેના બાજીદ મેન્સનમાં રહેતા શાહબાદ ખાન ઘર નજીક રેડીમેડ કાપડની દુકાન ચલાવે છે. શાહબાદ ખાનના પાંચ વર્ષ અગાઉ અલ્ફીનાબેન સાથે લગ્ન થયા હતા.તેમને સંતાનમાં બે પુત્રી છે.દરમિયાન મંગળવારે શાહ બાદ ખાનની પત્ની અલ્ફીનાબેને ચોથા માળેથી ઝંપલાવી દીધું હતું. જેને લીધે તેણીને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.જોકે, તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા તેણીનું મોત નીપજ્યું હતું.

બે પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી

અલ્ફીનાબેન ચોથા માળેથી અકસ્માતે નીચે પટકાઈ હોવાની વાત ચાલી હતી.જોકે, પોલીસ તપાસ દરમિયાન તેણીએ કોઈ અકાળ કારણસર ચોથા માળેથી ભૂસકો મારી આપઘાત કરી લીધો હોવાની હકીકત સામે આવી હતી.અલ્હીનાબેનના અકાળે મોતથી તેણીની બે પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.બનાવ અંગે ઉધના પોલીસ મથકના પીએસઆઈ એચ. ઝેડ. પટેલ તપાસ કરી રહ્યાં છે.

Share Now