આમિર ખાનની ફિલ્મ દંગલ ચીનમાં કરેલી કરોડો રૂપિયાની કમાણી પર સવાલ ઉઠ્યા છે અને વાત ઇડી સુધી પહોંચવાની સંભાવના છે.આમિરની ફિલ્મ દંગલની ચીનમાં થયેલી 1400 કરોડની કમાણીનું રહસ્ય જાણવા માટે એક સંસ્થા મેદાને આવી છે. દંગલનું બોક્સ ઓફિસ કલેક્શન 2024 કરોડ હોવાનું કહેવાય છે,જેમાંથી 1400 કરોડ એકલા ચીનમાંથી આવ્યા હતા.આ સિવાય તાઈવાન અને હોંગકોંગમાંથી પણ આ ફિલ્મની કમાણી 60 કરોડની નજીક હોવાનું માનવામાં આવે છે.લાલ સિંહ ચઢ્ઢાના સમયે દંગલની વાત એટલા માટે થઇ રહી છે કારણ કે તેની કમાણી અંગે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) સુધી ફરિયાદ પહોંચવાની શક્યતાઓ છે.લોકોને શંકા છે કે આ કમાણી નકલી છે.
.@LegalLro to push for probe into 2000 crore earning of @AKPPL_Official films from China – which doesn't share as much cordial relation with India as with Pakistan, and which prefers communism over democracy. #LaalSinghChaddha has already been declared a craze in China https://t.co/X3Um7WdFYr
— Gems of Bollywood (@GemsOfBollywood) August 10, 2022
સોશિયલ મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે ઘણીવાર બોલિવૂડના લોકો બ્લેક મની વ્હાઇટ કરવા માટે ફિલ્મોના ખોટા કલેક્શનનો સહારો લે છે.લીગલ રાઈટ્સ ઓબ્ઝર્વેટરી- LRO નામની સંસ્થાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તે આમિર ખાનની દંગલની 2000 કરોડની કમાણી અંગે ED અને આવકવેરા વિભાગ (IT)ને ફરિયાદ કરશે.ઉલ્લેખનીય છે કે દંગલ સહિત આમિર ખાન દ્વારા નિર્મિત ઘણી ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન ચીનમાં ઘણું વધારે દેખાડવામાં આવ્યું છે.અહી નોંધનીય છે કે હાલમાં Xiaomi, Oppo અને Vivo જેવી ચીની કંપનીઓ હજારો કરોડની કરચોરી માટે કાર્યવાહીનો સામનો કરી રહી છે.આવી સ્થિતિમાં એલઆરઓનું કહેવું છે કે ચીનમાં ફિલ્મોની રિલીઝ દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવી રહ્યું છે તે વાતને નકારી શકાય નહીં.ઉપરાંત લાલ સિંહ ચઢ્ઢાનું બુકિંગ ખોટા હોવાનો આરોપ લગાવતા એલઆરઓએ નકલી કરન્સી ફ્લો પર લગામ લગાવવા માટે તપાસ એજન્સીઓને પત્ર લખવાની પણ જાહેરાત કરી છે.
Is China Using Aamir Khan For Money Laundering In India??
Just looks at these staggering collection figures:Movie. India China
Dangal 387 Cr 1370 Cr
Secret Superstar 57 Cr 900 Cr
Bahubali2 1429 Cr 80 Cr
— SDeshmukh (@SDesh01) August 10, 2022
અન્ય યુઝરે ચીનમાં આમિર ખાનની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ શંકા વ્યક્ત કરી છે.જેમ કે સિક્રેટ સુપરસ્ટાર જે એક ઓછા બજેટની ફિલ્મ હતી જેણે ભારતમાં માત્ર રૂ. 57 કરોડની કમાણી કરી હતી,પરંતુ ચીનમાં તેનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 900 કરોડ દર્શાવવામાં આવ્યું છે.જ્યારે વિશ્વભરમાં ભારતમાં 1429 કરોડ રૂપિયાનો જોરદાર બિઝનેસ કરનાર બાહુબલી 2એ ચીનમાં માત્ર 80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.