પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમની ‘લબ્બીક યા રસૂલ અલ્લાહ’ બોલવાની ના પાડવા બદલ ક્રૂર હત્યા કરાઈ

168

શુક્રવારે પાકિસ્તાનના પૂર્વીય શહેર રબવાહમાં ઇસ્લામવાદી સૂત્રોચ્ચાર કરવાનો ઇનકાર કરવા બદલ નસીર અહમદ નામના એક અહમદી મુસ્લિમ વ્યક્તિને છરી મારીને હત્યા કરવામાં આવી હતી.આરોપીની ઓળખ શહેઝાદ રિઝવી તરીકે કરવામાં આવી છે જેણે અહમદનો સંપર્ક કર્યો અને તેને ‘લબ્બીક યા રસૂલ અલ્લાહ’ અને ‘ખાદિમ હુસૈન રિઝવી ઝિંદાબાદ’ ના નારા લગાવવા કહ્યું.ના પાડવા પર રિઝવીએ અહમદીની ક્રૂર હત્યા કરી નાંખી હતી જેની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.આરોપી તહરીક-એ-લબ્બેક સમર્થક છે,જે ઈસ્લામવાદી ખાદિમ હુસૈન રિઝવી દ્વારા સ્થાપિત પાર્ટી છે.એપ્રિલ 2021માં ઇમરાન ખાને ઇસ્લામિક પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો.જો કે, નવેમ્બર 2021માં તે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર પોલીસે ઘટનાસ્થળે તરત જ આરોપીની ધરપકડ કરી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.લાંબા સમયથી સતાવાયેલા અહમદી લઘુમતીના સભ્યો,જેઓ પોતાને ઇસ્લામિક ચળવળ તરીકે જુએ છે,તેઓ પાકિસ્તાનમાં પૂર્વગ્રહ અને હિંસાનો અનુભવ કરે છે કારણ કે તેમની વિચારધારા પર ઇસ્લામનું અપમાન કરવાનો આરોપ છે.

અહમદી મુસ્લિમ સમુદાયના પ્રવક્તા સલીમ ઉદ દીને પુષ્ટિ કરી કે મૃતક અહમદી મુસ્લિમ હતો.આરોપીઓએ તેને ઇસ્લામિક પાર્ટીના નારા લગાવવાનું કહ્યું.ઇનકાર કરવા પર તેણે વારંવાર છરા માર્યા અને તેને સ્થળ પર જ મારી નાખ્યો તેણે કહ્યું.તેણે ઉમેર્યું હતું કે અહમદ અહમદી સમુદાયનો સક્રિય સભ્ય હતો અને જ્યારે આ ઘટના બની ત્યારે તે બસ સ્ટોપ પર ઊભો હતો.અહેવાલ મુજબ, 62 વર્ષીય અહમદી મુસ્લિમ વ્યક્તિની હત્યા કર્યા પછી આરોપીએ સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું, જેણે પ્રોફેટનું અપમાન કર્યું તેને મારી નાખો,જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.દરમિયાન આ કેસની તપાસ કરી રહેલી ચિનિયોટ જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે હત્યાનો હેતુ મૃતક દ્વારા ઇસ્લામિક સૂત્રોચ્ચાર કરવાનો ઇનકાર હોવાનું શંકાસ્પદ છે પરંતુ હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી.અમે હત્યા પાછળના હેતુની તપાસ કરી રહ્યા છીએ,(શંકાસ્પદની) કોઈપણ ઇસ્લામિક પાર્ટી સાથેની લિંક્સ હજુ સુધી મળી નથી તેમણે ઉમેર્યું.

અહેવાલોમાં ઉલ્લેખ છે કે ઓગણીસમી સદીમાં બ્રિટિશ-નિયંત્રિત ભારતમાં ઉદભવેલા અહમદી સમુદાયને રૂઢિચુસ્ત મુસ્લિમો દ્વારા વિધર્મી ગણવામાં આવે છે અને પાકિસ્તાનમાં તેમના ધાર્મિક સમારંભોમાં પોતાને મુસ્લિમ કહેવા અથવા ઇસ્લામિક પ્રતીકોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.અગાઉ ઓકરા જિલ્લામાં મે મહિનામાં આવી જ એક ઘટના બની હતી જ્યારે 33 વર્ષીય અબ્દુલ સલામ કે જેઓ અહમદી સમુદાયના સભ્ય પણ હતા.એક સેમિનરી વિદ્યાર્થી દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં અહમદીઓના અત્યાચાર અંગે વર્ષોથી કેટલાક અધિકાર જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે પાકિસ્તાન સરકારે લઘુમતી નાગરિકોની સુરક્ષા માટે આજ સુધી કંઈ કર્યું નથી.

Share Now