– મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલનું ભાષણ પ્લે થઈ ગયું
દેશના 75માં આઝાદી અમૃત મહોત્સવને દરેક દેશવાસી રંગેચંગે મનાવી રહ્યો છે.તેમાં પણ હર ઘર તિરંગા અભિયાને દેશભક્તિની ભાવના લોકોમાં પ્રગટ કરી છે.જેના ભાગરૂપે આજે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખાસ હાજર રહ્યા હતા.ત્યારે આ યાત્રા દરમિયાન ડીજેમાં અચાનક જ અરવિંદ કેજરીવાલનું ભાષણ ચાલુ થઈ ગયું હતું.જેને પગલે તિરંગા લઇ ઉભા રહેલા ભાજપના નેતાઓ ભોંઠા પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,સાંસદ અને મેયર કેયુર રોકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.ડીજેના સાથે નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા,જેનાથી દેશભક્તિનો માહોલ બન્યો હતો.આ તિરંગા યાત્રામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિતના ભાજપના નેતાઓ હાથમાં તિરંગા લઇ ઉભા રહ્યા હતા.ત્યારે આ દરમિયાન ડિજેના લાઉડ સ્પીકરમાં અચાનક અરવિંદ કેજરીવાલનું ભાષણ પ્લે થઈ ગયું હતું.જેને પગલે યાત્રામાં હાજર સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.
મહત્વનું છે કે ડિજેના લાઉડ સ્પીકર પર ભૂલથી ભુલથી કેજરીવાલનું ભાષણ પ્લે થતાં યાત્રામાં હલચલ મચી જવા પામી હતી.હાથમાં તિરંગા લઈને હાજર ભાજપના નેતાઓ કેજરીવાલનું ભાષણ ચાલુ થતાં જ ભોંઠા પડ્યાં હતા.તિરંગા યાત્રામાં અરવિંગ કેજરીવાલનું ભાષણ પ્લે થઇ જતાં ડીજે સિસ્ટમ તાત્કાલિક બંધ કરાવાઇ હતી.ત્યારે આ ઘટનાનો વીડિયા હાલ સામે આવ્યો છે. જેમાં તિરંગા યાત્રા દરમિયાન ભાજપ નેતાઓની હાજરમાં અરવિંદ કેજરીવાલનું ભાષણ પ્લે થતું જોવા મળે છે.જે બાદ ભાજપના નેતાઓ દ્વારા તુરંત જ ડીજે સિસ્ટમને બંધ કરાવવામાં આવે છે.ત્યારે આ જે બનેલી આ ઘટના સૌ કોઈ માટે ભારે ચર્ચાનો વિષય બની છે.