આઝાદી કા અમૃત મહોત્સવ : કૃભકોએ 76મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો

154

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કૃભકો નગર ખાતે 76માં સ્વતંત્રતા દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.શ્રી એમ.આર. શર્મા,પરિચાલન નિદેશક ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ સમારોહમાં સુરક્ષા વિભાગના કર્મચારીઓ,કેન્દ્રીય વિદ્યાલય અને ન્યુ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ-પાસ્ટ કરવામાં આવી હતી.બંને શાળાના વિદ્યાર્થીઓ અને બાલ ભવન (પ્રેરણા લેડીઝ ક્લબ, કૃભકો દ્વારા સંચાલિત) ના બાળકોએ વિશાળ સભાની સામે દેશભક્તિના ગીતો અને નૃત્ય રજૂ કર્યા હતા.આ સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ,કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો આ પ્રસંગની ઉજવણીમાં હાજર રહ્યા હતા.

ટાઉનશીપના રહેવાસીઓમાં જાગૃતિ લાવવા માટે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો,ટાઉનશીપના રહેવાસીઓ,વરિષ્ઠ અધિકારીઓએ,સીનિયર સિટીજન્સ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.આઝાદી ના ‘અમૃત સરોવર’ ઝુંબેશ હેઠળ કૃભકો એ તાજેતરમાં નજીકના કવાસ ગામમાં તળાવને પુનઃજીવિત કર્યું છે.

Share Now