બોલીવુડનો પાકિસ્તાન – આતંકવાદ પ્રેમ : નકલમાં અકલ ન હોય ! આમિર ખાનને પાકિ. આતંકીને બચાવવું પડ્યું ભારે..

140

આમિર ખાન અને કરિના કપૂર ખાન દ્વારા અભિનીત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા મોટા પરદે રિલીઝ થઇ ચુકી છે.હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની આ હિન્દી નકલ છે.રિલીઝ થયા બાદ લોકોએ તથા ફિલ્મ ક્રિટીક્સે આ ફિલ્મની ભરપૂર નિંદા કરી છે તથા ફિલ્મને દર્શકોનો પણ એવો કોઈ સારો પ્રતિભાવ મળ્યો નથી.તો હાલ આ ફિલ્મના નિર્માતાઓ અને અભિનયકર્તાઓ ફિલ્મની આ હાલત કઈ રીતે થઇ તેના કારણોનું વિશ્લેષણ કરી રહ્યા હશે.અને હમેશની જેમ દોષનો ટોપલો દર્શકો પર ઠાલવવાની તૈયારીમાં હશે.પરંતુ જેમ આપણે આગળ પણ ચર્ચા કરી હતી એમ આ ફિલ્મ અને તેના જેવી બીજી અનેક ફિલ્મો નિષ્ફ્ળ જવાનું કરંમ દર્શકો નહિ પરંતુ તેમાં ચલાવાયેલો હિન્દૂવિરોધી અને રાષ્ટ્રવિરોધી એજન્ડા જ હોય છે,જેનાથી ભારતના દર્શકો હવે કંટાળી ચુક્યા છે.

બોલીવુડનો પાકિસ્તાન પ્રેમ

બોલીવુડમાં હમણાં સુધી એવી અઢળક ફિલ્મો બની છે જે ભારત પાકિસ્તાનના સંબંધ પર આધારિત હોય.તેમાંથી કેટલીય તો સુપર ડુપર હિટ પણ છે જેમ કે ગદર,બોર્ડર,થઈ ગાઝી અટેક વગેરે.પરંતુ બૉલીવુડ ઘણા સમયથી દરેક ફિલ્મોમાં પ્રો-પાકિસ્તાની એટલે કે પાકિસ્તાનને સારું દર્શાવતી એજન્ડા ઉમેરતું થયું છે.એ પણ ફિલ્મની કહાનીની જરૂરિયાત સિવાય!

ઉદાહરણ તરીકે વાત કરીએ તો નજાકનાં ભવિષ્યમાં જ કપિલ દેવ અને 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર બનેલી ’83, માં ડાયરેક્ટર કબીર ખાને બિનજરૂરી રીતે એવું દર્શાવ્યું હતું કે 1983ના વર્લ્ડ કપની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય સેનાના જવાનો આરામથી મેચ જોઈ શકે એ માટે પાકિસ્તાની સેનાએ અમુક કલાકો સુધી ગોળીબાર બંધ કરી દીધો હતો! તાજેતરની જ વાત કરીએ તો ફોરેસ્ટ ગમ્પ પરથી બનેલ લાલ સિંઘ ચઢ્ઢામાં પણ આવું જ કાંઈ બતાવવામાં આવ્યું છે.ફિલ્મમાં આમિર ખાન જે પોતે ભારતીય સેનાનો જવાન હોય છે,તે કારગિલ યુદ્ધ દરમિયાન એક ઘાયલ પાકિસ્તાની આતંકવાદીનો જીવ બચાવે છે અને તેનું હૃદય પરિવર્તન કરે છે અને તેની સાથે સારા સંબંધ સ્થાપે છે.

બોલીવુડની અન્ય અનેક ફિલ્મોની જેમ આતંકવાદીઓને પરિસ્થિતિઓના શિકાર દર્શાવવાનો ભરપૂર પ્રયાસ થયો છે.ફિલ્મ ભારતીય દર્શકોને એવું સમજાવવા માંગે છે કે આતંકવાદીઓ ભલે ગમે તે કરે પણ એ બિચારા સારા હોય છે.ભૂતકાળમાં એમની સાથે કોઈએ કાંઈક અત્યાચાર કર્યો હોય છે એટલે તેઓ આતંકવાદી બની ગયા હોય છે.આવી જ એક ફિલ્મ ફના હતી અને તેનો મુખ્ય હીરો પણ આમિર ખાન જ હતો.

ભારતીય સેનાનું અપમાન

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં તેમણે ભારતીય સેનાનું પણ ખોટું ચિત્રણ કરીને તેમનું અપમાન કર્યું છે.ફિલ્મની કહાની મુજબ લાલ સિંહ ચઢ્ઢા એક માનસિક અસ્વસ્થ,માનસિક વિકલાંગ વ્યક્તિ છે.છતાંય ફિલ્મમાં તેને ભારતીય સેનાના એક જવાન તરીકે બતાવ્યો છે અને કારગિલ યુદ્ધમાં ભાગ લેતો પણ દર્શાવ્યો છે.હવે ભારતીય સેનાની વાત કરીએ તો તેમની ભારતીયોની સૌથી મોટી શરત એ હોય છે કે ભારતીય સેનામાં એ જ વ્યક્તિ જોડાઈ શકે છે જે શારીરિક અને માનસિક બંને રીતે 100% સ્વસ્થ હોય.શારીરિક કે માનસિક રીતે થોડા પણ અસ્વસ્થ વ્યક્તિ ભારતીય સેનામાં જોડાઈ શકતા નથી.આમ પોતાની ફિલ્મમાં લાલ સિંહ ચઢ્ઢા કે જે એક માનસિક વિકલાંગ વ્યક્તિ છે તેને સેનાના જવાન તરીકે દર્શાવીને તેમણે ભારતીય સેનાનું અપમાન કર્યું છે.

મૂળ ફોરેસ્ટ ગમ્પ ફિલ્મમાં હીરો પોતાના ઉપરી આર્મી અધિકારીનો જીવ બચાવે છે જયારે આ ફિલ્મમાં એમ દર્શાવાયું છે કે કારગિલ યુદ્ધ દરમિયાન જ લાલ સિંહ ચઢ્ઢા એક પાકિસ્તાની આતંકવાદીનો જીવ બચાવીને તેની સારવાર કરીને તેને સાજો કરે છે અને તેનો મિત્ર બને છે.આમ એક આર્મીના જવાનને પાકિસ્તાની આતંકવાદીનો મિત્ર બતાવવો એ પણ ભારતીય સેનાનું અપમાન જ ગણાય.

આમ વારંવાર પોતાના દેશને પોતાની આર્મીને અપમાનિત કરીને અને પાકિસ્તાન તથા તેની સેના અને આતંકવાદીઓને સારા બતાવવાની નીતિને કારણે જયારે તેમની ફિલ્મો ન ચાલે તો એના માટે દર્શકોને જવાબદાર ગણાવવા એ બીજું કાંઈ નહિ પણ આ ફિલ્મ નિર્માતાઓ અને અભિનેતાઓની મુર્ખામી જ છે.

Share Now