નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક આગની ઘટના ઘટી છે.આગની આ ઘટના નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલા ટેમ્પો ટ્રાવેલમાં બની હતી. આગ લાગ્યા સમયે આ ટેમ્પોમાં મુસાફરો પણ બેઠેલા હતા. જો કે સમયસૂચકતા વાપરી મુસાફરો ટેમ્પોમાંથી ઉતારી જતા તમે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને થતા ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા.
મળતી માહિતી મુજબ આ ટેમ્પો સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો.આગની આ ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આગની આ ઘટનાને કારણે નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.