સુરત : સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલ પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરશે.ડાયમંડ હોસ્પિટલ આગામી દિવસોમાં એક નવતર સેવાની શરૂઆત થવા જઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક વર્ષ સુધી સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં 60 વર્ષથી ઉપરની વયના તમામ સિનિયર સિટીજનને દાંતના ચોકઠા મફત બનાવી આપવામાં આવશે.
સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખૂબ જ રાહત દરે વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ અને સારવાર આપવામાં આવે છે.તેમાં હવે એક સારવારનો ઉમેરો કરવામાં આવ્યો છે.ખાસ કરીને જરૂરિયાત મંદ વ્યક્તિ જે 60 વર્ષની ઉપરના હોય અને તેમને દાંતની તકલીફ હોય કે દાંતનું ચોખટુ બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો ડાયમંડ હોસ્પિટલ ખાતે મફતમાં બનાવી આપવામાં આવશે.ગ્રીન લેબ ડાયમંડના ચેરમેન મુકેશ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.સામાન્યતા બજારમાં 25થી 35 હજારની કિંમતમાં દાંતનું ચોખ્ખું તૈયાર થાય છે પરંતુ જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને ડાયમંડ હોસ્પિટલમાં મફતમાં આ બનાવી આપવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી આ યોજનાની શરૂઆત કરવામાં આવનાર છે.
ત્રણ વિશેષ ડેન્ટિસ્ટની નિમણૂક કરવામાં આવી
ડાયમંડ હોસ્પિટલમાં એક વર્ષ સુધી ચાલનારી આ સેવા માટે ત્રણ વિશેષ ડેન્ટિસ્ટની નિમણૂક કરવામાં આવી છે અને દરરોજ 6થી 10 દર્દીઓને તેનો લાભ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.ચહેરો ઉજવે આનંદ ઉત્સવ એ યોજના હેઠળ આ સમગ્ર કામગીરી આગામી એક વર્ષ સુધી કરવામાં આવનાર છે.સપ્ટેમ્બર ૨૦૨૨ થી સપ્ટેમ્બર ૨૦૨૩ એટલે કે એક વર્ષ માટે આ યોજના અમલમાં મુકાશે.હીરા બાગ ખાતે આવેલી SDA ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ફ્રી રાખતા જરૂરિયાતમંદ લોકોને એનો લાભ લે એવી હીરા ઉદ્યોગકારો દ્વારા અપીલ કરાય છે.