નવી દિલ્હી,તા 24 ઓગસ્ટ 2022,બુધવાર : હૈદ્રાબાદના ધારાસભ્ય ટી રાજાને ભાજપે સસ્પેન્ડ કરી દીધા બાદ તેમનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે.રાજાએ કહ્યુ છે કે, મેં કશું ખોટુ કર્યુ નથી.મારા માટે પાર્ટીથી વધારે મારા ધર્મની રક્ષા છે.સાથે સાથે તેમણે કહ્યુહ તુ કે, હું પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના વફાદાર સૈનિક તરીકે કામ કરતો રહીશ.
T.રાજાએ પયગંબરને લઈને કરેલી ટિપ્પણીઓનો વિવાદ મુનવ્વર ફારુકીના કોમેડી શોથી થયો હતો.ફારૂકીનો શો 21 ઓગસ્ટે હૈદ્રાબાદમાં થવાનો હતો.રાજાએ ધમકી આપી હતી કે, આ શો રદ નહીં કરાય તો હું ત્યાં જઈને શો રોકાવી દઈશ અને કાર્યક્રમ સ્થળને આગ લગાવી દઈશ.રાજાએ આ માટેનો એક વિડિયો પણ જાહેર કર્યો હતો.દરમિયાન રાજાની વિવાદિત ટિપ્પણી બાદ તેમની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.જોકે રાજાને જામીન આપવાના વિરોધમાં જુના હૈદ્રાબાદ શહેરમાં ઉગ્ર દેખાવ પણ થયા હતા.
ભાજપે જોકે સમય વેડફયા વગર વિવાદિત ટિપ્પણી બદલ રાજાને પાર્ટીમાંથી ગઈકાલે જ સસ્પેન્ડ કરી દીધા હતા.જોકે પાર્ટીના નિર્ણય સામે આ વિવાદાસ્પદ ધારાસભ્ય નારાજ જોવા મળી રહ્યા છે.