સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ ઇન્દુ વર્માએ એક અનૌપચારિક મુલાકાતમાં કહ્યું છે કે વામપંથી સરકારોનો ઈરાદો ફક્ત હિંદુ મંદિરો પર કબજો કરીને તેની આવક લઇ લેવાનો છે.તેમના આ નિવેદનનો વામપંથીઓ ભરપૂર વિરોધ કરી રહ્યાં છે.સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના વાયરલ વિડીયોથી હાલ સોશિયલ મીડિયા ગરમાઈ રહ્યું છે.આ વીડિયોમાં તેઓ દાવો કરી રહયા છે કે વામપંથી સરકારોએ દરેક જગ્યાએ હિંદુ મંદિરો પર કબ્જો કરી લીધો છે.નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના વાયરલ વિડીયોથી વામપંથીઓ ભડકી રહ્યાં છે.
A very brave judge who took a strong Dharmic stand on Sabarimala with her dissenting judgement knowing very well that she'll be condemned as a traitor. CJI U.U. Lalit & her also gave the verdict freeing Shri Padmanabhaswamy temple from the communist control(to some extent). pic.twitter.com/vgrn9XDCbt
— Syamkrishnan (@Kamathshri) August 28, 2022
વીડિયોમાં ભૂતપૂર્વ ન્યાયાધીશને એમ કહેતા સાંભળી શકાય છે કે તેમણે અને ન્યાયમૂર્તિ યુયુ લલિતએ કેરળના તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભસ્વામી મંદિર સંબંધિત આ પ્રકારના જ એક આદેશ પર સ્ટે આપ્યો હતો.આ વીડિયો સંભવતઃ કોઈ મંદિર પરિસરની બહારનો હોય તેવું જણાય છે,જેને ઘણા લોકો શેર કરી રહ્યા છે અને ભૂતપૂર્વ ન્યાયાધીશની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.આમાં તેઓ પોતાના નિવેદનમાં કહી રહ્યા છે કે આ ડાબેરી સરકારોનું આવું જ છે.આ લોકો માત્ર મંદિરોની આવક હડપવા માગે છે.તેઓ માત્ર મંદિરોની આવકને કારણે કબ્જો કરવા માંગે છે.તેમની સમસ્યા આવકની છે.તેમણે જે જે જગ્યાએ કબ્જો જમાવ્યો છે તે માત્ર હિંદુ મંદિરો પર જ જમાવ્યો છે,તેથી મે અને જસ્ટિસ લલિતે આવું થતું અટકાવ્યું હતું.
આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકો પૂર્વ ન્યાયાધીશની હિંમતને સલામ કરી રહ્યા છે.તે જ સમયે કેટલાક વામપંથીઓ આ જોઈને ભડકી ઉઠયા છે.તેમનું કહેવું છે કે જયારે ઇન્દુ મલ્હોત્રા પાસે કોઈ કેસ આવતા હશે ત્યારે તે કેટલો પક્ષપાત કરતા હશે? તો કેટલાક લોકો તેમને “ઝેરીલા જજ” ગણાવી રહ્યાં છે.
પદ્મનાભસ્વામી મંદિર સંબંધિત ઐતિહાસિક ચુકાદો
નોંધનીય બાબત છે કે નિવૃત્ત જસ્ટિસ કેરળના જે શ્રી પદ્મનાભસ્વામી મંદિર વિષે વાત કરી રહ્યા છે,તેના વહીવટ અને મિલકતોના અધિકારને લઈને 3 જુલાઈ, 2020 ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.કોર્ટે શ્રી પદ્મનાભસ્વામી મંદિરના વહીવટ માટે ત્રાવણકોરના રાજવી પરિવારના અધિકારને યથાવત રાખ્યો હતો.સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મંદિરની બાબતોનું સંચાલન કરવા માટેની વહીવટી સમિતિનું નેતૃત્વ તિરુવનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે અને મુખ્ય સમિતિની રચના સુધી તે જ રહેશે.કોર્ટે આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે મુખ્ય સમિતિમાં રાજવી પરિવારની મહત્વની ભૂમિકા હશે.
કોણ છે ભૂતપૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા?
રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા પહેલાં મહિલા એડવોકેટ હતાં જેમને વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.સબરીમાલાના ચુકાદા સમયે બેંચમાં તે એકમાત્ર ન્યાયાધીશ હતા જેમણે મહિલાઓને મંદિરમાં પ્રવેશવા દેવા પર ધાર્મિક હિતોના રક્ષણની તરફેણ કરી હતી.આ ઉપરાંત તેઓ સમલૈંગિક સબંધના કેસમાં ચુકાદો સંભળાવનારી બેંચનો પણ ભાગ હતા.તે નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે પરસ્પર સંમતિથી બે પુખ્ત વયના લોકો વચ્ચેના સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધા હતા.
સુપ્રીમકોર્ટ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા 31 ઓક્ટોબર 2021ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ ગયા હતા અને આ વર્ષે પંજાબમાં ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીની તપાસ પણ ઈન્દુ મલ્હોત્રાને સોંપવામાં આવી હતી.