
નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર : સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ સચિન વિશ્નોઈની અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.સચિન વિશ્નોઈએ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની જવાબદારી લીધી હતી.સચિન વિશ્નોઈએ પોતાનો નકલી પાસપોર્ટ(Fake Passport) દિલ્હીના સંગમ વિહાર વિસ્તારના એક સરનામે બનાવવામાં આવ્યો હતો.આ નકલી પાસપોર્ટમાં સચિન વિશ્નોઈનું નકલી નામ તિલક રાજ તુટેજા લખવામાં આવ્યું છે જેમાં પિતાનું નામ ભીમ સિંહ, ઘર નંબર 330 બ્લોક F3 સંગમ વિહાર નવી દિલ્હી 110062 લખવામાં આવ્યું છે.
જાણકારી અનુસાર, સચિન વિશ્નોઈ હત્યાકાંડના લગભગ 1 મહિના પહેલા અને 21 એપ્રિલ બાદ આ નકલી પાસપોર્ટ દ્વારા દુબઈ ભાગી ગયો હતો ત્યારબાદ ત્યાંથી અઝરબૈજાન ગયો હતો પરંતુ હવે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, પંજાબના માનસા ખાતે 29 મેના રોજ પરસ્પર દુશ્મનાવટમાં કેટલાક લોકોએ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત થયું હતું.
લોરેન્સે હત્યા પહેલા આ બન્નેને ભારત બહાર મોકલ્યા
પંજાબ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે લોરેન્સ અને ગોલ્ડી બરાડ સાથે સચિન થાપન અને અનમોલ પણ મૂસેવાલા હત્યાકાંડમાં માસ્ટરમાઈન્ડ છે.મૂસેવાલાની હત્યા પહેલાં લોરેન્સે જે આ લોકોના નકલી પાસપોર્ટ બનાવ્યા,જેના દ્વારા તેમને બહાર મોકલી દીધા.ત્યાર પછી 29 મેના રોજ મૂસેવાલાની હત્યા કરાઈ.સચિન થાપને એક ટીવી ચેનલને ફોન કરી હત્યાની જવાબદારી લીધી.
આ રીતે રચાયું ષડયંત્ર
મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર તિહાર જેલમાં બેસીને લોસેન્સે રચ્યું હતું. ત્યાર પછી અનમોલ અને સચિને કેનેડા બેઠા બેઠા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સાથે મળીને સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો હતો.તેમણે મૂસેવાલાની રેકી પણ કરાવી હતી.પછી શૂટર્સ દ્વારા અંજામ આપ્યો. લોરેન્સ ઈચ્છતો હતો કે હત્યામાં તેનું નામ ન આવે, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.