સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ આક્રમક રીતે તબેલાઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ રખડતા ઢોરોને પણ પકડવામાં આવી રહ્યા છે.જેને લઈને માલધારી સમાજ છેલ્લા બે ત્રણ દિવસથી ભારે રોષમાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.માલધારી સમાજ દ્વારા કોર્પોરેશન ખાતે મોરચો માંડીને વિરોધ કરાયો હતો.
આજે કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં વાહનો લઈને માલધારીઓ પહોંચ્યા હતા.મેયરને મળવા માટેનો આગ્રહ માલધારી સમાજે રાખ્યો હતો.પરંતુ મેયર કોર્પોરેશનમાં હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં તેમણે માગણી કરી છે કે તાત્કાલિક અસરથી ડિમોલિશનની કાર્યવાહી બંધ કરવી જોઈએ અને જે તાબેલાઓ દૂર કરવા માટે ખોટી રીતે જે હુકમે કરવામાં આવી રહ્યો છે તેને બંધ કરવો જોઈએ.
માલધારીસેલના અગ્રણી કનુ દેસાઈએ જણાવ્યું કે અમે મેયરને મળવા માટે કોર્પોરેશન મોરચો લઈને આવ્યા હતા પરંતુ મેયર જાણે માલધારીઓની કોઈ ચિંતા ના કરતા હોય તેમ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે.ડેપ્યુટી મેયર પણ હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનરને અમારી લાગણી પહોંચાડી છે.અમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તબેલાને દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ નહીં કરવામાં આવે તો અમારા તમામ પશુઓ સાથે માલધારી સમાજ મેયરના બંગલાનો ઘેરાવો કરવા પહોંચી જશે.મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ કચેરી બહાર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો.મેયર કચેરી પર હાજર ન હોવાથી માલધારી સમાજના લોકોએ પાલિકા કમિશ્નરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.જેમાં તેઓએ ડિમોલીશનની કામગીરી બંધ કરવા તેમજ જે તાબેલાઓ દૂર કરવા માટે ખોટી રીતે જે હુકમે કરવામાં આવી રહ્યો છે તેને બંધ કરવા માંગ કરી છે. માલધારી સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, તેઓ કોર્પોરેશન મોરચો લઈને મેયરને મળવા આવ્યા હતા પરંતુ મેયર જાણે માલધારીઓની કોઈ ચિંતા ના કરતા હોય તેમ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે.ડેપ્યુટી મેયર પણ હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનરને અમારી લાગણી પહોંચાડી છે.આ સાથે જ તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તબેલાને દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ નહીં કરવામાં આવે તો અમારા તમામ પશુઓ સાથે માલધારી સમાજ મેયરના બંગલાનો ઘેરાવો કરવા પહોંચી જશે.માલધારી સમાજના સમર્થનમાં ભાજપમાંથી રાજીનામાં
માલધારી સમાજનાં ભાજપ સાથે જોડાયેલા હોદ્દેદારો સમાજના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા છે.ભાજપ સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહીને પક્ષને મજબૂત કરવાની કામગીરી કરતા માલધારી સમાજના વ્યક્તિઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે.તેઓ માની રહ્યા છે કે રખડતા ઢોરની આડમાં તબેલામાંથી પશુઓને લઈ જઈને માલધારી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે.જેમાં કતારગામ વિધાનસભામાં ભાજપનાં સોશિયલ મીડિયામાં સહાય ઇન્ચાર્જ અશ્વિન રબારીએ,કતારગામના વોર્ડ નંબર 8 ના યુવા મોરચાના મંત્રી મિલન દેસાઈ તેમજ કતારગામ વિસ્તારની બાલાજી સોસાયટીના મંત્રી તરીકે રાજુભાઈ રબારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.