આમ આદમી પાર્ટીના ૧૧૧૧ સોશ્યલ મીડિયા વૉરિયર્સ ગુજરાતમાં પહોંચાડશે પાર્ટીની વિચારધારા

143

– સુરતમાં બીજેપી અને સમાજવાદી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના ખૂણે-ખૂણે મતદારો સુધી પહોંચવા માટે આમ આદમી પાર્ટી (એએપી-આપ)એ કમર કસી છે અને ગુજરાતના શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તારના મતદારો સુધી આમ આદમી પાર્ટીના ૧૧૧૧ સોશ્યલ મીડિયા વૉરિયર્સ પાર્ટીની વિચારધારા પહોંચાડીને પ્રદેશ, જિલ્લા અને વિધાનસભા લેવલે પાર્ટીનો પ્રચાર-પ્રસાર કરશે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ મિડિયાને કહ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીલક્ષી કાર્યો માટે પાર્ટીએ ગુજરાતમાં ૨૧૦૦ કાર્યકરોને જુદી-જુદી જવાબદારીઓ સોંપી છે.પાર્ટીના સોશ્યલ મીડિયા સંગઠનમાં ૧૧૧૧ સોશ્યલ મીડિયા વૉરિયર્સ તૈયાર કર્યા છે જેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવા કાર્યરત રહેશે.ગુજરાતમાં આ વૉરિયર્સ પાર્ટીની વાત અને સંદેશા પહોંચાડશે.પ્રદેશ,જિલ્લાથી લઈને વિધાનસભા લેવલ સુધી આ વૉરિયર્સ પ્રચાર-પ્રસારનું કામ કરશે.પાર્ટીએ આ માટે ટીમ બનાવી છે અને કન્ટેન્ટ ક્રીએટર કન્ટેન્ટ બનાવી પ્રચાર-પ્રસાર કરશે.તેઓએ વધુમાં કહ્યું હતું કે સુરતના ઉધના વિધાનસભા વિસ્તારમાંથી ગઈ કાલે બીજેપી અને સમાજવાદી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ તમામને પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા.

Share Now