વડોદરાના સાવલીમાં પકડાયેલા રૂ.1125 કરોડના MD ડ્રગ્સ કેસમાં લાજપોર જેલનું કનેક્શન ખુલ્યું

262

– લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા આરોપી ઈબ્રાહીમ ઓડિયાનું નામ સામે આવ્યું
– આરોપી મુંબઈ નાગપાડાના ઈબ્રાહીમ ઓડિયાએ નેકટર કેમના સંચાલક પાસેથી મેફેડ્રોનો જથ્થો ખરીદ્યો હોવાનો ખુલાસો
– ગુજરાત એટીએસ દ્વારા ટ્રાન્સફર વોરંટ થકી આરોપીની અટકાયત કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા

વડોદરાના સાવલી તાલુકામાંથી ઝડપાયેલા ચકચારીત MD ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે.સુરતની લાજપોર જેમાં સજા ભોગવી રહેલા ઈબ્રાહીમ ઓડિયાનું આ મામલે કનેક્શન સામે આવતા ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત આરોપી મુંબઈ નાગપાડાના ઈબ્રાહીમ ઓડિયાના દસ દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

એટીએસની તપાસમાં ઈબ્રાહીમે 200 કિલો મેફેડ્રોન ખરીદ્યું હોવાનો ખુલાસો

ગુજરાત એટીએસની ટીમે 16 ઓગસ્ટના રોજ સાવલી તાલુકાના મોકસી ગામ ખાતે આવેલ નેકટર કેમ કંપનીમાં દરોડો પાડ્યો હતો.જ્યારે રૂ.1125 કરોડની કિંમતનું 225 kg મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું.આ પ્રકરણમાં નેકટર કેમ કંપનીના માલિક મહેશ વૈષ્ણવ ઉર્ફે મહેશ ધોરાજી સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરાઈ હતી.જેઓના રિમાન્ડ મેળવ્યા બાદ તપાસ કરતા ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી દિનેશ ઉર્ફેદ દિનિયો આલાભાઇ ધ્રુવ નામના આરોપીની મધ્યસ્થિતિમાં કંપનીના ભાગીદાર મહેશે આશરે 200 કિલો મેફેડ્રોનનો જથ્યો મુંબઈના ઈબ્રાહીમ હુસેન ઓડીયાને વેચ્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે આરોપી ઈબ્રાહિમને પકડવા તજવીજ શરૂ કરી હતી.

આ વિશે મળતી વિગતો અનુસાર રીઢો આરોપી ઇબ્રાહિમની સુરતની પુણા પોલીસે એન. ડી.પી. એસના ગુન્હામાં ઘરપકડ કરી હતી.અને હાલ તે લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો. આ આરોપી ઇબ્રાહિમ મહત્વની કડીઓ હોવાથી ગુજરાત એટીએસની ટીમે આરોપી ઇબ્રાહીમની સુરત લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસ દ્વારા આરોપી ઇબ્રાહિમની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં તેણે આ ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ પાસેથી આજ દિન સુધીમાં કેટલી વાર કેટલા જથ્થામાં કઇ જગ્યાએથી કયાં વાહનમાં મેફેડ્રોનના જથ્થાની ડીલીવરી લીધેલ હતી? તેમજ તેણે આ મેફેડ્રોનનો જથ્થો કોને કોને કઇ કઇ જગ્યાએ વેચેલ છે? આ મેફેડ્રોનના ગેકાયદેસર ધંધામા બીજા કોણ-કોણ ઇસમો સંડોવાયેલ છે? તેમજ તેઓએ આ ગે.કા. માદક પદાર્થના ધંધામાંથી કોઇ સ્થાવર કે જંગમ મિલકત વસાવેલ છે કે કેમ? તથા તે કોઇ આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય ડ્રગ્સ માફીયાઓ તથા આંતકવાદી સંગઠનો સાથે સંકળાયેલ છે કે કેમ? તે બાબતે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે ઇબ્રાહિના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અને મંગળવારે સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ત્યારે આ આરોપીની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થઈ શકે છે.

Share Now