આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો

151

– ગણેશ ઉત્સવનું આયોજન દરમ્યાન મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
– આ હુમલો કરનાર આઠથી દસ લોકોનું ટોળું હતું.જેમાં દિનેશ દેસાઈ નામના વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો

સુરત : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો કામે લાગ્યા છે.ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી પર જીવલેણ હુમલો થતા ખળભળાટ મચ્યો છે.સુરત શહેરમાં સીમાડા નાકા ખાતે આવેલ આમ આદમી પાર્ટીનું મુખ્ય કાર્યાલય નજીક આપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જ્યાં ગણેશ પંડાલની તૈયારીઓ ચાલી રહી હતી.જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરથીયા અમદાવાદથી સુરત મંડપ ખાતે મુલાકાતે આવ્યા હતાં.અને ગણેશ ઉત્સવની તૈયારીની સમીક્ષા કરી રહ્યા હતા.તે દરમ્યાન કેટલાક લોકોએ ત્યાં આવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.લાકડાના ફટકા વડે માથાના ભાગે હુમલો કરતા મનોજ સોરઠિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા.જેથી તેઓએ તાત્કાલિક સારવાર અર્થે એમબ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મનોજ સોરઠીયા પર હુમલો થતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ફેસબુક લાઈવ કર્યું હતું.અને તેમાં જણાવ્યું હતું કે મનોજ સોરઠીયા જ્યારે મંડપ ખાતે પહોંચ્યા ત્યારે ત્યા પહેલેથી જ ભાજપના અસામાજિક તત્વો ત્યાં ઉપસ્થિત હતા.અને તેમણે મનોજ સોરઠીયા ચશ્મા ખેચી લીધા,તેઓનો મોબાઇલ તોડવાનો પણ પ્રયાસ કરાયો હતો.અને સીધો જ હુમલો લાકડાના ફટકા વડે માથા કરવામાં આવ્યો હતો.આ હુમલો કરનાર આઠ થી દસ લોકોનું ટોળું હતું.જેમાં દિનેશ દેસાઈ નામના વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.એટલું જ નહિ વધુમાં આ વ્યક્તિ એ જણાવ્યું કે હુમલો કરનારે મનોજભાઈ ને ટાર્ગેટ કર્યા સાથેજ એમને બધાને મારવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકાની કોર્પોરેશનની ચુંટણી બાદ વિરોધ પક્ષ તરીકે મનપામાં બેસેલી આમ આદમી પાર્ટીના કાર્યકરો અનેકવાર આક્રમક મૂડમાં દેખાયા છે.અને મનપામાં શાસક અને વિપક્ષ વચ્ચે પણ ઘર્ષણના બનાવો સતત સામે આવી રહ્યા છે.ત્યારે હવે વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે.તેવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી પર હુમલો થતાં ફરીવાર રાજકારણ ગરમાયું છે.

Share Now