રેસ્ટોરન્ટ પાસેથી સર્વિસ ટેક્સ વસૂલવાનો પ્રતિબંધ હટાવો : કેન્દ્ર

129

– હાઈકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર અને સીસીપીએ દ્વારા અરજી દાખલ કરીને માંગ કરી

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજીમાં રેસ્ટોરેન્ટ અને હોટેલ દ્વારા ખાવાના બીલમાં સર્વિસ ટેક્સ લેવા પર લાગેલા પ્રતિબંધને લંબાવવાના આદેશને રદ કરવા અપીલ કરી છે.જસ્ટિસ યશવંત વર્માની કોર્ટને જણાવવામાં આવ્યું કે કેન્દ્ર અને સીસીપીએ એ પણ ચાર જુલાઈની ગાઈડલાઈન્સને પડકાર આપતી અરજીઓ વિરુદ્ધ એફિડેવિટ રજૂ કર્યું છે.

આ ગાઇડલાઈન્સમાં હોટેલ અને રેસ્ટોરન્ટને સર્વિસ ટેક્સ વસૂલવાથી રોકવામાં આવ્યા હતા.ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય રેસ્ટોરન્ટ સંઘ અને ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા પોતાનો જવાબ રજૂ કરી શકે છે.આ મામલામાં આગામી સુનાવણી 6 ઓક્ટોબરના રોજ થશે.હાઈકોર્ટના જજે 20 જુલાઈએ આ ગાઇડલાઇન્સ પર રોક લગાવતા એક વચગાળાના આદેશ આપ્યો હતો.ત્યારબાદ કેન્દ્ર અને સીસીપીએ એ હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચના વચગાળાના ચુકાદાને પડકાર્યો હતો.

Share Now