– કારમાં પરિવારના સભ્યો પણ હતા, નસીબજોગે કોઇ જાનહાનિ થઇ નથી
મહારાષ્ટ્રના પુણેમાંથી મળેલા એક મોટા સમાચાર અનુસાર એક ટ્રકે કનકવલીના બીજેપી ધારાસભ્ય નિતેશ રાણેની કારને ટક્કર મારી દીધી.નિતેશ રાણે સાથે આ કારમાં તેની સાથે પરિવારના સભ્યો પણ હતા.માહિતી આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું કે ઉર્સ ટોલ પાસે થયેલા આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
ભાજપના ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો પ્રખ્યાત લાલબાગચા રાજા ગણેશ પંડાલમાં પ્રાર્થના કરવા માટે મુંબઈ જઈ રહ્યા હતા.જ્યારે તેમની કાર ગલી નં. 3 ટોલ પ્લાઝા પર પહોંચી,ત્યારે લગભગ 6.30 વાગ્યે,એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી.શિરગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે કારની પાછળની બાજુને નુકસાન થયું છે.પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.તેની પૂછપરછ ચાલી રહી છે.