
નવી દિલ્હી તા.6 : દેશમાં પાકિસ્તાન દ્વારા ઘુસાડાતા માદક દ્રવ્યોના મોટા ક્ધસાઈનમેન્ટ દિલ્હી પોલીસે આજે ડ્રગ કાર્ટેલના બે વ્યક્તિઓને ઝડપી તેમની પાસેથી કરોડો રૂપિયાનું માદક દ્રવ્ય ઝડપી પાડયું હતું.ગઈકાલે દિલ્હી પોલીસે અફઘાની ગેંગ પર વોચ રાખી હતી અને આજે એક સ્થળે દરોડા બાદ રૂા.1200 કરોડ જેટલું માદક દ્રવ્ય ઝડપી પાડયું હોવાના અહેવાલ છે
► 10 કિલો હેરોઈન ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ગ્રામ 400 ડોલરની કિંમત ધરાવતું અત્યંત ઉચ્ચ ગુણવતાનું 360 કિલો માદક દ્રવ્ય પણ ઝડપાયું
જેમાં 10 કિલો હેરોઈન સહિતનું માદક દ્રવ્ય ઝડપાયું છે.દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને બે ડ્રગ કાર્ટેલના ખેપીયાઓને સતત મોનેટરીંગ કર્યા બાદ ડ્રગનો જંગી જથ્થો ઝડપી પડાયો છે અને આ ડ્રગનું પગેરુ અફઘાનીસ્તાન માંથી નીકળ્યું છે જેમાં મુસ્તફા નામના અફઘાનીસ્તાની દ્વારા કંધાર અને કાબુલ માં જે ડ્રગ્સ ફેકટરીઓ ચલાવવામાં આવે છે ત્યાંથી આ ડ્રગ દક્ષિણ ભારતના એક પોર્ટ મારફત ભારતમાં ફેલાવવામાં આવ્યું હતું અને સૌથી મહત્વનું એ છે કે 1200 કરોડ રૂપિયાના ડ્રગના નાણાનો ઉપયોગ આતંકી પ્રવૃતિ માટે થવાનો હતો.
દિલ્હી પોલીસનું નાર્કોટેરર પરનું આ સૌથી મોટુ ઓપરેશન ગણવામાં આવે છે.દિલ્હી પોલીસે ઉતરપ્રદેશના નોઈડાથી લઈ લખનઉ સુધી આ નેટવર્કનો પીછો કર્યો હતો અને બાદમાં 10 કિલો હેરોઈન સહિતનું ડ્રગ ઝડપી પાડયું છે અને ખાસ કરીને પ્રથમ વખત અફઘાનીસ્તાનમાંથી હેરોઈન ઉપરાંત અન્ય ડ્રગનું પણ પગેરુ મળ્યું છે.દિલ્હી પોલીસના સ્પેશ્યલ બ્રાંચના સી.પી. એચ.જી.એસ. ધાનીવાલે આ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને 312 કિલોનું જે મેથાપેલેટાઈન ડ્રગ ઝડપ્યું છે
► ઉતરપ્રદેશના નોઈડાથી લખનઉમાં દરોડાનો દૌર: ડ્રગ નાણાનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃતિમાં પણ થવાનો હતો : 2016 થી ભારતમાં રહેતા બે અફઘાનીની ધરપકડ
તે ભારતમાં પ્રથમ વખત અફઘાનીસ્તાનથી આવ્યુ હોવાનું બહાર આવ્યું છે અને તેથી હવે અફઘાનીસ્તાન પણ આ પ્રકારે હેરોઈન સિવાયના માદક દ્રવ્યોનું મથક બની ગયું છે.સ્પેશ્યલ પોલીસ બ્રાંચ દ્વારા જાહેર કરાયુ હતું કે જે 10 કિલો હેરોઈન ઝડપી પડાયું છે તે ઉપરાંત જે મેથાપેલેટાઈન ડ્રગ ઝડપાયું છે તેની અત્યંત ઉચ્ચ ગુણવતાનું છે અને તે પ્રતિ ગ્રામ 400 ડોલર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ બોલાય છે.