હિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢા કાળા કરવામાં આવશે

152

આગ્રા : આગ્રા જિલ્લામાં રાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે જે કોઈ પણ ફિલ્મ બ્રહ્માસ્ત્ર જોવા જશે.એ હિન્દુનું મોઢું કાળું કરવામાં આવશે.શુક્રવારે રણબીર કપૂર-આલિયા ભટ્ટની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે,પરંતુ હિન્દુવાદી સંગઠનો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે.

ચંપલ પહેરીને મંદિરની ઘંટડી વગાડવાથી નારાજ

રાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે કહ્યું કે ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અભિનેતા રણવીર કપૂર કૂદીને મંદિરની ઘંટડી વગાડે છે,જેમાં તેણે પગરખાં પહેર્યા છે,જે સનાતન ધર્મનું અપમાન છે.આ કારણે અમે તમામ હિંદુ ભાઈ-બહેનોને બ્રહ્માસ્ત્ર ફિલ્મ ન જોવા વિનંતી કરી છે.જો કોઈ હિંદુ આ ફિલ્મ જોવા જશે તો તેનું મોઢું કાળું કરવામાં આવશે.

ફિલ્મની કમાણી પાકિસ્તાનને આપવાનો વિરોધ

રાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે જણાવ્યું કે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે.ફિલ્મના નિર્માતા કરણ જોહરે જણાવ્યું કે આ ફિલ્મથી જે પણ કમાણી થશે.તે પાકિસ્તાનમાં પૂર પીડિતોને આપવામાં આવશે.જેને લઈને બ્રહ્માસ્ત્ર ફિલ્મનો પણ વિરોધ થઈ રહ્યો છે.કારણ કે આજ સુધી પાકિસ્તાને ભારતને 1 રૂપિયાની પણ મદદ કરી નથી.આવી સ્થિતિમાં ભારતમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની કમાણી આપણા દુશ્મન પાકિસ્તાનને શા માટે આપીએ.

Share Now