19 વર્ષિય મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા પ્રેમલગ્ન : ઇકરા- ઇશિકા બની ગઈ !!

280

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે.એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે ભાગીને લગ્ન કરી લઈ હિન્દુ ધર્મ અપનાવ્યો છે.ગતરોજ શુક્રવારે સાંજે ગાયત્રી પરિવાર દ્વારા ઇકરામાંથી ઇશિકા બનેલી યુવતીએ પંચતત્વ સ્નાન અને પૂજા કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.સમગ્ર મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે.મુસ્લિમ યુવતીને એક હિંદુ છોકરા સાથે પ્રેમ થયો અને તે યુવક સાથે રહેવા માટે હિંદુ ધર્મ અપનાવવા સંમત થઈ.પરંતુ હવે ધર્મ પરિવર્તન બાદ યુવતીના પરિવાર અને તેના સમાજ દ્વારા ધમકીઓ મળી રહી છે.

રાજસ્થાનના જોધપુરમાં રહેતી ઈકરાને અહીં રાહુલ વર્મા નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો.રાહુલ મૂળ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાનો છે.તેનો પરિવાર મંદસૌરમાં રહે છે,પરંતુ તે બાળપણથી જોધપુરમાં રહેતો હતો.આ બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલા પ્રેમ શરૂ થયો ત્યારે તે બંને સગીર હતા પરંતુ હવે તેઓ પુખ્ત થયા કે તરત જ બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું.આ દરમિયાન જ્યારે રાહુલે યુવતીને હિંદુ હોવાની વાત કહી તો યુવતીએ પણ યુવક રાહુલ વર્મા સાથે લગ્ન કરીને હિંદુ ધર્મ અપનાવવા સંમત થઈ હતી.બીજી તરફ રાહુલના પરિવારને આ લગ્નથી આનાથી કોઈ સમસ્યા ન હતી તેથી રાહુલના પરિવારે ઉદયપુરમાં એગ્રીમેન્ટ મેરેજ કરીને બંનેના લગ્ન મંદસૌરના ગાયત્રી પરિવારમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ કર્યા હતા.આ અગાઉ ઇકરાને સ્નાન અને પાંચ તત્વોની પૂજા કરીને ઇકરા માંથી ઇશિકા બનાવવામાં આવી હતી.

ઇકરામાંથી ઇશિકા બનેલી યુવતીનું કહેવું છે કે, તેણે પોતાની મરજીથી આ પગલું ભર્યું છે.પરંતુ હવે યુવતીના પરિવાર અને જોધપુરમાં હાજર મુસ્લિમ સમુદાયથી ધમકીઓ મળતા પોતાના ઉપર જોખમની વાત કરી રહી છે.બંને મધ્યમ પરિવારમાંથી આવે છે.યુવક અત્યારે અભ્યાસ કરે છે, જ્યારે છોકરી 19 વર્ષની છે અને 9મા ધોરણ સુધી ભણેલી છે.આમ,બન્નેના પ્રેમલગ્ન બાદ જોખમ જણાતા તેઓ સુરક્ષા આપવાની માંગ કરી રહયા છે.

Share Now