રાહુલ ગાંધી ક્રાંતિકારીઓના સમ્માન સમારોહમાં હાજર ન રહેતા ફરી વિવાદોમાં ઘેરાયા

148

– શુક્રવારે રાહુલે પાદરી જોર્જ પોન્નયા સાથે ચર્ચ જઈને મુલાકાત કરી હતી તેના પર ભારતીય જનતા પાર્ટીએ ખુબ સવાલ ઉઠાવ્યા હતા

તિરુવંતપુરમ, તા. 12 સપ્ટેમ્બર 2022, સોમવાર : કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને રોજ નવા વિવાદો સામે આવી રહ્યા છે.હવે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં ગેરહાજર રહેતા વિવાદોમાં ઘેરાય ગયા છે.ક્રાંતિકારીઓના સમ્માન કાર્યક્રમમાં રાહુલ ગાંધીના ન પહોંચવા પર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ કે સુધાકરણે માફી માંગવી પડી હતી.આ અગાઉ વિવાદોમાં રહેનારા પાદરી સાથે મુલાકાતને લઈને પણ કોંગ્રેસ નેતા પર સવાલ ઉઠ્યા હતા.કેરળના બે ક્રાંતિકારીઓ ગાંધીવાદી કેઈ મેમન અને પદ્મશ્રી પી ગોપીનાથન નાયરના સ્મારકનું અનાવરણ થવાનું હતું.આ કાર્યક્રમ તિરુવંતપુરમ સ્થિત NIMS હોસ્પિટલમાં યોજાવાનો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિવાર તરફથી કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ સુધાકરણની હાજરીમાં રાહુલને નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

શું આવ્યુ રિએક્શન

સેનાનીઓના આ સમ્માન સમારોહમાં સામેલ થવા માટે સુધાકરણ, યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા એમએમ હસન અને સ્થાનિક સાંસદ શશિ થરૂર NIMS હોસ્પિટલ પહોંચી ગયા હતા પરંતુ ત્યા રાહુલ નહોતા પહોંચ્યા.પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ પરિવારના સદસ્યોની માફી માંગતા નજર આવી રહ્યા છે.

પાદરી સાથે મુલાકાતનો મામલો શું છે

શુક્રવારે રાહુલે પાદરી જોર્જ પોન્નયા સાથે ચર્ચ જઈને મુલાકાત કરી હતી.તેના પર ભારતીય જનતા પાર્ટીએ ખુબ સવાલ ઉઠાવ્યા હતા.ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું કે, આ વ્યક્તિને અગાઉ પણ હિન્દુઓ વિરુદ્ધ નફરતના કારણે ધરપકડ કરી ચૂકવામાં આવી હતી.તેમણે એ પણ કહ્યું કે, ચંપલ એટલા માટે પહેરું છું કે, ભારત માતાની અશુદ્ધિઓ અમને દૂષિત ન કરી દે. ભારત તોડો આઈકોન્સની સાથે ભારત જોડો?

Share Now