જમીન લગે ફટને જબ પ્રસાદ લગે..! જુબિન નૌટિયાલનો વિવાદાસ્પદ શો થયો કેન્સલ : ધરપકડના ભણકારા વચ્ચે કહ્યું- હું દેશને પ્રેમ કરું છું

148

જુબિન નૌટિયાલે ટ્વિટર પર પાછલાં દિવસોમાં ટ્રેન્ડ થયા હતા જ્યારે યુઝર્સે તેની ધરપકડની માંગ કરી.તેના એક
કોન્સર્ટનું પોસ્ટર શેર કરીને યુઝર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.હવે આ પર સિંગરનું રિએક્શન સામે આવ્યું છે.બોલિવૂડના પ્રખ્યાત ગાયક જુબિન નૌટિયાલ હાલમાં જ પોતાના કોન્સર્ટ અને પોસ્ટરને લઈને વિવાદોમાં આવ્યા હતા.તેઓનો ગયા શનિવારે વિરોધ થયો હતો અને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ધરપકડ કરવાની માંગ પણ કરી હતી.ટૂંક સમયમાં જ #ArrestJubinNautyal ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ થયું હતું.હવે આ વિરોધની સ્થિતિ એ છે કે કથિત રીતે તેનો આગામી શો રદ કરવામાં આવ્યો છે અને ગાયક જુબિન નૌટિયાલ તરફથી પ્રતિક્રિયા પણ સામે આવી છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જુબિનનો લાઇવ કોન્સર્ટ ટૂંક સમયમાં યુએસમાં યોજાશે.જેનો આયોજક જય સિંહ ભારતનો વોન્ટેડ ગુનેગાર છે.યુઝર્સે જયસિંહ પર ખાલિસ્તાનનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો.આ વિવાદ બાદ જુબિને પોતાના ટ્વીટમાં લખ્યું, હેલો ફ્રેન્ડ્સ અને ટ્વિટર પરિવાર,આવતા મહિને હું ટ્રાવેલિંગ અને શૂટિંગમાં વ્યસ્ત રહીશ.કોઈપણ પ્રકારની અફવાઓથી નિરાશ ન થાઓ.હું મારા દેશને પ્રેમ કરું છું.હું તમને બધાને ચાહું છુ.

આ સાથે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં જુબિન નૌટિયાલ કહે છે કે, હું તેમાંથી કોઈને ઓળખતો નથી.અમે ઓગસ્ટમાં શો કેન્સલ કર્યો હતો.કોન્ટ્રાક્ટ મારા મેનેજર અને પ્રમોટર હરિજિન્દર સિંઘ વચ્ચે હતો.મને ખબર નથી કે તે કેવી રીતે થયું.મારી માતા આઘાતમાં છે.મારે વધુ કંઈ કહેવું નથી.મેં આ બધું કહ્યું છે.આ સમાચાર પેઇડ ટ્વિટર થ્રેડ પરથી લેવામાં આવ્યા હતા.કોઈએ મને એક વાર પૂછવાની પણ તસ્દી લીધી નહીં.રાષ્ટ્ર વિરોધી? હું?

આ શો ઘણા સમય પહેલા કેન્સલ થઈ ગયો હતો

આ વિવાદ પછી એવું કહેવામાં આવ્યું હતું કે જુબિન નૌટિયાલનો યુએસ-કેનેડા પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.આના પર ઝુબિનના મેનેજરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેમનો યુએસ ટૂર ઘણા સમય પહેલા કેન્સલ થઈ ગયો હતો.

સિંગરના મેનેજરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જુબિન નૌટિયાલની લાઇવ યુએસ ટૂર ઘણા સમય પહેલા રદ કરવામાં આવી હતી.કૃપા કરીને અફવાઓ પર ધ્યાન ન આપો, જય હિન્દ.

Share Now