– લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યએ ડુંગળી ભરેલ કટ્ટાની આડમાં દારૂ ઝડપ્યો
– ગાડી મૂકીને નાસી છૂટેલા આરોપીને શોધવા ચક્રો ગતિમાન
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી થતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે.કોઇને કોઇ રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ થતો હોય છે.જો કે પોલીસની ચાંપતી નજરથી બચી શકતા નથી.ડુંગળીના કટ્ટાની આડમાં દારૂ ભરેલ ગાડી જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.કહેવા માટે તો ગાડીમાં ડુંગળીના કટ્ટા હતા પરંતુ અંદરથી મોટી માત્રમાં દારૂ નિકળ્યો હતો.લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા ડુંગળી ભરેલ કટ્ટાની આડમાં પોલીસની નજર ચૂકવી અન્ય રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઇ જવાના કાવતરાને નિષ્ફળ બનાવી વિશાળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ બનાવની વિગત અનુસાર વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડીમાં ડુંગળીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે જરોદ તરફથી આવી વડોદરા તરફ જઇ રહ્યો છે.જે બાતમી હકીકતનાં આધારે એલ.સી.બીની ટીમ આમલીયારા ગામે પાસે આવેલ જી.ઇ.બી.ના ગેટ સામે હાલોલ વડોદરા ટ્રેક ઉપર વોચ ગોઠવી વાહન ચેંકીંગની કામગીરી હાથ ધરી હતી.જે દરમ્યાન સાધારણ ટ્રાફિક વચ્ચે જરોદ તરફથી એક સફેદ કલરની બોલરો ગાડી આવતી જણાતા તેને નજીક આવવા દેતા બોલેરો ગાડીનો ચાલક દૂરથી પોલીસ દ્વારા વાહન ચેકીંગ થતુ હોવાનું જોઇ જતા,તે પોતાની બોલેરો ગાડી રોડ ઉપર મુકી રોડ ક્રોસ કરી અંધારાનો લાભ લઇ ઝાડી ઝાખરાઓમાં નાશી છુટ્યો હતો.જેનો પીછો કરતા તે પકડાયેલ ન હતો. જે બોલેરો ગાડી છોડી નાશી ગયેલ તે બોલેરો ગાડીમાં તપાસ કરતા પાછળના ફાલકાના ભાગે જોતા સડી ગયેલી વાસ મારતી ડુંગળી ભરેલા કટ્ટા ભરેલા મળી આવ્યા હતા.જેની નીચે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.જે બહાર કાઢી ગણતરી કરતા ભારતીય બનાવટની વિદેશીદારૂની કુલ પેટી-90 જેમાં કુલ વિદેશી દારૂની બોટલ,બીયરના ટીન નંગ-1560 સહિત કુલ મળી રૂ.6,36,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ વિદેશી દારૂ મુકીને નાસી ગયેલ ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી આરોપીને શોધવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.