– દમણમાં કેસિનો લાયસન્સ મંજૂરી અંગે રેડબોક્સ ગ્લોબલ ઈન્ડિયાના નકલી ટ્વીટથી ડેલ્ટિન ગ્રુપ ચોંકી ઉઠ્યું
સુરત : પ્રતિષ્ઠિત ભારતીય નાણાકીય ઑડિયો ન્યૂઝ સાઇટ, રેડબૉક્સગ્લોબલ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું કે દમણમાં ડેલ્ટિન હોટેલ માટે લાંબા સમયથી રાહ જોવાતું કેસિનો લાયસન્સ દમણના યુટી એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે તે પછી ડેલ્ટિન જૂથ અચંબામાં પડી ગયું હતું.દીવ અને દાદરા અને નગર હવેલી પ્રસાશને કેસિનો લાઇસન્સ આપી દીધું હોવાના સમાચાર વહેતા થયા છે જેના પગલે ડેલ્ટિનના શેરની કિંમત લગભગ 7 ટકા વધી છે.
બિઝનેસ સમાચારો માટે જાણીતી રેડબોક્સ વેબસાઈટ દ્વારા આ સમાચારો પ્રકાશિત કરાયા બાદ દમણ જ નહીં પરંતુ કેસિનોમાં જુગાર સટ્ટો રમવા જવા વાળા વર્ગમાં ભારે કુતુહુલ ફેલાયું છે.રેડબોક્સ વેબસાઈટએ પોતાના ટ્વિટમાં આ મેસજ પણ મુક્યો છે જેમાં ડેલ્ટિન દમણ (ડેલ્ટા કોર્પ) કેસિનો લાઇસન્સ મેળવે છે, RedboxGlobalIndiaએ ટ્વિટ કર્યું હતું જે ટ્વીટ સાથે, 8 સપ્ટેમ્બર, 2023 સુધી 12 મહિના માટે કેટેગરી-A હેઠળ ઇલેક્ટ્રોનિક મનોરંજન/સ્લોટ મશીન રમતો માટે ડેલ્ટિન હોટેલ દમણને લાયસન્સ જારી કરવા માટે દમણ અને દીવના યુટી એડમિનિસ્ટ્રેશન પ્રવાસન વિભાગ તરફથી સત્તાવાર સૂચના છે એવો ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ
આ સમાચાર વાયુવેગે સત્તાબાજોમાં ફેલાતા ખુશીનો માહોલ છવાયો છે પરંતુ હક્કીત એ છે કે કોઈ કાવતરાખોરો દ્વારા ડેલટીન સમુહને ફાયદો કરાવવા કે અંગત સ્વાર્થ માટે આ પ્રકારનો દમણ દીવ ટુરિઝમ પ્રસાશનનો લેટર પણ ફરતો કરવામાં આવ્યો હતો.જે અંતે ખોટો સાબિત થયો છે.ડેલટીન ગ્રુપ કસીનો અંગે મંજૂરી મેળવવા છેલ્લા ઘણા લાંબા સમયથી કોર્ટ કેસ લડી રહ્યું છે અને દમણ સ્થિત ડેલટીન હોટેલને તે અંગે મંજૂરી આપવાનો પ્રસ્તાવ હાલ કોર્ટ આધીન છે.આ બાબતે ડેલ્ટિન ગ્રૂપના સૂત્રોએ જણાવ્યું હતું કે શેરબજારના વિશ્લેષકે ડેલ્ટિન હોટેલના શેરમાં તેજી મેળવવા માટે ફેક ન્યૂઝ ફેલાવ્યા હશે.
ડેલ્ટિન હોટેલ દમણના જનરલ મેનેજર આકાશ માથુર જ્યારે શુક્રવારે એક મિડિયા સમૂહે તેમનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે તેઓ આ બાબતે અજાણ હતા એવું તેમને જણાવ્યું હતું.તેમણે કહ્યું કે અમારી હોટેલ માટે કેસિનો લાઇસન્સ મંજૂરીને લગતા આવા કોઈપણ મુદ્દા વિશે હું અજાણ છું.દરમિયાન દમણમાં ડેલ્ટિન હોટેલના ભાગીદાર અને દમણના ભૂતપૂર્વ કોંગ્રેસ ચીફ કેતન પટેલે જણાવ્યું હતું કે, એવું લાગે છે કે કેટલાક શેરબજારના વિશ્લેષકોએ ફેક ન્યૂઝ ફેલાવીને તોફાની રમત રમી છે.
અત્રે નોંધનીય છે કે ડેલ્ટિન ગ્રૂપ ઘણા લાંબા સમયથી દમણમાં કેસિનો લાયસન્સની રાહ જોઈ રહ્યું છે. ડેલ્ટિન ગ્રૂપ પાસે હાલમાં બે ઑફશોર કેસિનો અને એક 5-સ્ટાર હોટેલ છે જેમાં ગોવામાં જમીન-આધારિત કેસિનો છે અને સિક્કિમ અને નેપાળમાં એક-એક જમીન-આધારિત કેસિનો છે.આ માત્રને માત્ર એક પ્રકારની અફવા છે જેને લઇ સમગ્ર દમણ અને દીવ વિસ્તારમાં પણ કેસિનોને લાઇસન્સ પ્રોવાઈડ કરાયું હોઈ તેને લઇ ભારે ચર્ચા છેડાઈ છે.