મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.જેને લઇને ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યા છે.કરોડો રૂપિયાના કૌભાંડ કેસમાં સળિયા પાછળ ધકેલાયેલા વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી મુક્તની માગ કરી છે.
વિપુલ ચૌધરી પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે.વિપુલ ચૌધરીના વહીવટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે.અંતર્ગત તેમની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૌધરી સમાજના કેટલાક લોકોએ વિપુલ ચૌધરીને જેલમાંથી છોડાવવા માટે માગણી કરવામાં આવી છે.
વિપુલ ડેરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે તે સમયગાળા દરમિયાન પણ તેમના ઉપર અનેક આક્ષેપો થયા હતા.ખાસ કરીને દૂધસાગર ડેરીના સંચાલનમાં તેમણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલતી રહેતી હતી.વિપુલ ચૌધરીના સમર્થકોએ દાવો કર્યો છે કે ચૂંટણી સમયે તેમને દબાવવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે.સુરેશ ચૌધરીએ જણાવ્યું કે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.તેનાથી ચૌધરી સમાજ દુઃખી છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવા માટે ભાજપે તૈયાર રહેવું પડશે સમગ્ર ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજની લાગણી દુભાય છે.