– નવસારીમાં 3.1 અને 2.8ની તીવ્રતાના 2 આંચકા અનુભવાયા
– એક જ માસમાં આ પાંચમી વખત ભૂકંપના આચકા
નવસારી પંથકમાં ભુકંપના બે આંચકા અનુભવાયા છે. 3.1ની તીવ્રતા અને 2.8નો આંચકો આવ્યો હતો.સૌપ્રથમ શુક્રવારે રાત્રે 9:38 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.જ્યારે આજે સવારે 6:48 કલાકે બીજી વખત 2.8ની તીવ્રતાનો આચકો અનુભવાયો હતો.એક જ માસમાં આ પાંચમી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેથી નવસારી પંથકના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી પંથકમાં ભુકંપના બે હળવા આંચકા અનુભવાયા છે.નવસારીના વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જેમાં એક આંચકો રાત્રિના 9:38 કલાકે આવ્યો હતો.જેમાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધવામાં આવી હતી.જ્યારે બીજો આંચકો આજે સવારના 6:48 વાગ્યે આવ્યો હતો.જેની રિક્ટર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધવામાં આવી હતી.રાત્રિના 9:38 કલાકે આવેલા આંચકાનું એપી સેન્ટર વાંસદા નજીક આવેલું હોલીપાડા નોંધાયું છે. જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના અગાઉ પણ નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.એકાદ મહિના અગાઉ નવસારીના વાંસદામાં 20 દિવસની અંદર ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા.ત્યારે એકવાર ફરી વાંસદા તાલુકામાં બે વખત ભૂકંપના આંચકા આવ્યા છે.વાંસદા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.