આજથી નવરાત્રિ શરૂ, ઓક્ટોબરમાં 21 દિવસ બેંકો રહેશે બંધ

99

દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે.સોમવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો.આ ઉપરાંત દશેરા-દિવાળી સહિતના અનેક તહેવારોને કારણે ઓક્ટોબર મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ આવી રહી છે.જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે અને તમે તેને આવતા મહિને પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો.તો તેને મોડા કરવાને બદલે તેને આ મહિનામાં પતાવી દો.અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંકો બંધ રહેશે

ઓક્ટોબરમાં તહેવારોની વણઝાર

ઓક્ટોબર મહિનામાં ઘણા બધા તહેવાર આવી રહ્યા છે.જેના લીધે બેંકો મોટાભાગે બંધ રહેશે.મહિનામાં 21 દિવસ તો બેંકોમાં રજાઓ રહેશે.આરબીઆઈના ઑક્ટોબરના રજાના કૅલેન્ડર પર નજર કરીએ તો, આ મહિનામાં નવરાત્રિ,દુર્ગા પૂજા,દશેરા, દિવાળી,ઈદ સહિતના અનેક તહેવારોએ બેંકો બંધ રહેશે.ગાંધી જયંતિના દિવસે બેંકો કામ કરશે નહીં અને આ દિવસે રવિવાર પણ સાપ્તાહિક રજા છે.આવી સ્થિતિમાં તમારા માટે ફાયદાકારક રહેશે કે આવતા મહિને બેંક સંબંધિત કામ પતાવવા માટે ઘરની બહાર નીકળતા પહેલા બેંક હોલિડે લિસ્ટ પર ચોક્કસથી નજર રાખો.

ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે

રાજ્યો અને શહેરોમાં બેંક રજાઓ અલગ અલગ હોય છે.બેંકિંગ રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય ઇવેન્ટ્સ પર પણ આધાર રાખે છે.ભલે તહેવારોની સિઝનમાં બેંકોની શાખાઓ બંધ રહે છે,પરંતુ આ સમય દરમિયાન તમે બેંકિંગ સંબંધિત તમારા કામને ઓનલાઈન મોડમાં પૂર્ણ કરી શકો છો.ઓનલાઈન બેંકિંગ સેવા તમામ દિવસો પર ઉપલબ્ધ રહેશે.

Share Now