2027 માં ચૂંટણી નહીં લડું, અટલબિહારી બાજપાઈ અને બાલા સાહેબ ઠાકરે મારા આદર્શ – BJP MLA કેતન ઇનામદાર

145

– ઝભ્ભો-લહેંગો પહેરવાથી નેતા ન બનાય.નેતા બનવુ હોય તો લોકોના દિલમાં સ્થાન લેવુ પડે
– હું જાહેરમાં કહુ છું કારણ કે અહીં બેઠેલા યુવાનો પણ કેતન ઇનામદારની જેમ સક્ષમ છે

રાજ્યમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.તેમ-તેમ રાજકીય નેતાઓ વિરોધી પક્ષ અને વિરોધીઓને ટાર્ગેટ કરવા માટેનો એક મોકો પણ છોડતા નથી.રાજકીય પ્રહાર વચ્ચે હવે વડોદરા સાવલીના ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદાર આકરા મૂડમાં જોવા મળ્યા હતા.તેના વિરોધીઓને રમુજી શૈલી સાથે આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા.ગઇકાલે સાંજે 135 સાવલી વિધાનસભા યુવા મિટીંગ યોજાઇ હતી.આ મિટીંગમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.અને ધારાસભ્ય કેતન ઇનામદાર વિરોધીને ચાબખા મારતા જોવા મળ્યા હતા.સાથે જ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાની પણ જાહેરાત કરી હતી.

આ મિટીંગમાં લોકોને સંબોધન કરતા ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદાર ક્યારેક હળવી શૈલી તો ક્યારેક આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.વિરોધીને સંબોધતા કહ્યુ હતુ કે દસ વર્ષની અંદર લોકોને વિકાસ નથી દેખાતો.મારી વિરૂદ્ધ જેટલી વાતો થાય છે એટલી માત્ર બોલવા ખાતર થાય છે.હું ચશ્મા એટલા માટે પહેરુ છે કે હુ ક્યાં જોવ છુ એ સામે વાળાને ખબર ન પડે.સારા દેખાવા માટે ચશ્મા પહેરતો નથી.વિરોધીઓને પ્રહાર કરતા કહ્યુ કે ઝભ્ભો-લહેંગો પહેરવાથી નેતા ન બનાય.નેતા બનવુ હોય તો લોકોના દિલમાં સ્થાન લેવુ પડે.દરેકને સાથે લઇને ચાલવુ પડે.આ સાથે પ્રજા સાથેનાં સંવાદમાં કેતન ઇનામદારે પોતાના તાલુકાના લોકોના દિલમાં વસેલા છે એવી વાત કરી હતી.

કેતન ઇનામદારે જણાવ્યું હતુ કે આ પાંચ વર્ષ સુધી જ નહીં..પરંતુ જીવુ ત્યાં સુધી મારા તાલુકાના તમામ લોકોની લાજ રાખવાની છે. 2027ની અંદર વિધાનસભાની ચૂંટણી નથી લડવાનો એ હું જાહેરમાં કહુ છું કારણ કે અહીં બેઠેલા યુવાનો પણ કેતન ઇનામદારની જેમ સક્ષમ છે અને હુ દુનિયાને એવુ બતાવવા માંગુ છુ કે ચૂંટણી માટે મારાવાળાને તૈયાર કરીને જઇશ. અત્યાર સુધી લોકોએ કહ્યુ કેતન ભાઇ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, એક દિવસ હું તમને કહીશ તુમ આગે બઢો, હું તમારી સાથે છુ. ફરી કહુ છું વિધાનસભાની ચૂંટણી નહીં લડું, હા, જાહેરજીવન પણ નહીં છોડુ, પ્રજાને પણ નહીં છોડુ,જનતાનો પ્રેમ ઓછો થાય એવું કામ ક્યારેય નહીં કરૂ .તેમ કેતન ઇનામદારે જણાવ્યું હતુ.

વધુમાં જણાવ્યું હતુ કે મારા આદર્શ અટલ બિહારી વાજપાયી છે.કારણ કે તેમણે જીવનમાં ક્યારેય વિરોધીને વિરોધી નથી ગણ્યો.એ નેતા એક એવા નેતા છે કે તેને વિરોધી પણ વંદન કરે.અને બીજા બાલા સાહેબ ઠાકરે.પોતાની જીંદગીમાં એક કોર્પોરેશનની ચૂંટણી પણ નથી લડ્યાં.પરંતુ મુખ્યમંત્રી થવુ હોય તો માતૃશ્રી જ જવુ પડે એના સિવાય મેડ ન પડે.જે લોકોના દિલમાં હોય એની પાસે તો જવુ જ પડે…હું લોકોના દિલમાં ખરો કે નહીં ? હુ ખાલી વોટ પૂરતો લોકોના દિલમાં છું કે હ્દયથી છું ? તેમ જાહેર જનતા સાથે કેતન ઇનામદારે સંવાદ કર્યો હતો.

Share Now