અંદરની વાત : નવરાત્રીનામાં વ્યસ્ત વડોદરા પોલીસને ગરબાના પાસ વેચવાનો ટાર્ગેટ સોંપાયો

160

– વિશ્વવિખ્યાત વડોદરાના ગરબા નિહાળવો અને ગરબે ઝૂમવા વિદેશથી પણ લોકો આવે છે.
– નવરાત્રીના 9 દિવસ કાયદો વ્યવસ્થા જાળવવા શહેરની આખી પોલીસ ફોર્સ બંદોબસ્તમાં વ્યસ્ત રહે છે.
– પોલીસ કર્મીઓને રૂટીન કામગીરીની સાથે હવે રાત્રી આફટર નવરાત્રીના પાસ વેચવાનુ પણ ટાર્ગેટ આપવામાં આવ્યું

વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે,ત્યારે ગરબા નિહાળવા માટે VVIP પણ મોટી સંખ્યામાં શહેરના મહેમાન બને છે.તેમની સલામતી અને સુરક્ષા માટે પોલીસ ખડે પગ રહેતી હોય છે.આ મહાનુભવોમાં રાજકીય નેતાઓનો પણ સમાવેશ થાય છે. નવરાત્રીના 9 દિવસ એટલે વડોદરા શહેરની આખી પોલીસ ફોર્સ કાયદો,વ્યવસ્થા અને શાંતિ જળવાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.આ ઉપરાંત પોલીસ કર્મીઓની ફરજમાં આવતી રૂટીન કામગીરી તો તેમને કરવાની જ હોય છે.તેવામાં હવે શહેર પોલીસ દ્વારા આયોજીત રાત્રી આફટર નવરાત્રીના પાસ વેચવાનુ પોલીસ સ્ટેશન દીઠ ટાર્ગેટ સોંપવામાં આવ્યું છે.આમ તો પોલીસ નામ સાંભળતા જ મોટા ભાગના લોકોના મોઢેથી અપશબ્દો નિકળતા હોય છે.આખી પોલીસ ફોર્સ ખરાબ છે તે કહેવુ અને માનવુ ખોટુ છે.આજે પણ કેટલાક અધિકારીઓ અને કર્મીચારીના કારણે પ્રજામાં પોલીસ પ્રત્યનો પ્રેમ અને સન્માન જળવાઇ રહ્યું છે.ખાખીમાં રહેલી વ્યક્તિ પણ એક મનુષ્ય તે વાત આપણે યાદ રાખવી જરૂરી છે.આપણે કોઇ દિવસ તે વ્યક્તિની અંદર રહેલી માનવીને જોવા કે ઓળખવાની તસ્દી સુધ્ધા લીધી નથી.

પોલીસ કર્મીને પણ પરિવાર છે, તહેવારોના સમયે આપણે જ્યારે આનંદ માણતા હોય છે, ત્યારે આજ ખાખીધારી આપણી સુરક્ષા માટે તેના પરિવારને એકલો મુકી ફરજ બજાવતો હોય છે.જેથી આપણે સારી રીતે પરિવાર સાથે તહેવારની મજા માણી શકીયે.મનુષ્યને જીવનમાં ક્યારે પણ કોઇ તકલીફ પડતી હોય ત્યારે સૌ પ્રથમ તેના મુખે ભગવાન અને ત્યારબાદ પોલીસ શબ્દ નિકળતો હોય છે.જેથી એક ખાખીધારીને અપશબ્દ બોલવુ આખી પોલીસ ફોર્સને બોલ્યા સમાન છે.હવે વાત કરીયે આગામી 26 સપટેમ્બરથી શરૂ થનાર નવરાત્રીની, વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.વડોદરામાં યોજાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે.ત્યારે આ ગરબા નિહાળવા અને રમવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય છે.મોડી રાત સુધી ચાલતા ગરબા શાંતિ પૂર્ણ યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.વડોદરા પોલીસની નવરાત્રીના 9 દિવસની કામગીરી સમજવા જેવી છે.

નવરાત્રીના 9 દિવસ મોડી રાત સુધી ચાલતા ગરબામાં યુવાન યુવતી સહિત તમામ વયના લોકો ગરબા રમવા અને જોવા આવતા હોય છે.રાત્રે 12 વાગે ગરબા પુરા થાય એટલે જ્યાં સુધી લોકો સલામત રીતે ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી શહેર પોલીસ ખડેપગ રહે છે.એકલી જતી સ્ત્રીઓ માટે પોલીસ દ્વારા તેમને સહી સલામત ઘરે પહોંચાડવાની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે.આ સાથે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને ઇમર્જન્સીવાહનોને તકલીફ ન પડે તેનુ પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

Share Now