સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શો ને પગલે આ રસ્તા પર વાહનવ્યવહાર બંધ કરાયો

140

– 350સિટી/બીઆરટીએસ બસનો આજે ઉપયોગ, 18 રૂટ પર બસ સર્વિસ બંધ
– ગોડાદરા મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઇસ્કુલ ગ્રાઉન્ડથી લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી તેમનો રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવી ચૂક્યા છે.અને સુરત વાસીઓને 3400 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવામાં આવશે.ત્યારે આ ખાતમુહુર્ત-લોકાર્પણ વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ગોડાદરા મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઇસ્કુલ ગ્રાઉન્ડથી લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી તેમનો રોડ શો યોજાશે.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત ૨હેના૨ હોય જાહેર જનતાને તેમજ વાહનચાલકોને અવર જવરમાં અડચણ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુસર પોલીસ કિમશનર અજયકુમાર તોમરે જાહેરનામુ બહાર પાડ્યું છે.જે મુજબ ઉપરોક્ત કાર્યક્રમના રૂટ ઉપર કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તેમજ આ રૂટવાળા મુખ્ય માર્ગને અડીને આવેલ તમામ ગલીનાકા,ચાર રસ્તા ઉપરથી મુખ્યમાર્ગ ઉપર પ્રવેશવા તેમજક્રોસીંગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

ગોડાદરા ચાર રસ્તાથી મહારાણા પ્રતાપ ચોક ચાર રસ્તા,કંઠી મહારાજ ચારરસ્તા,રામજાનકી મંદિર ચારરસ્તા,સંજયનગર ચારરસ્તા,નીલગીરી સર્કલ,નવાનગર સુધી બન્ને તરફના મુખ્ય માગી તથા સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર કરવા તથા પાર્કિંગ કરવા પ૨ તા.૨૯|૦૯/૨૦૨૨ રોજ સવારે ૬.૦૦ વાગ્યાથી વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.

ગોડાદરા ચારરસ્તાથી મહાવીર મોબાઇલ ચારરસ્તા,બાબા વૈધનાથ મંદિર (પ્રિયંકા સીટી) ત્રણરસ્તા,રામનગર ચારરસ્તા,સંજયનગર ચોકી ચારસ્તા,નીલગીરી સર્કલ,નવાનગર સુધી બન્ને તરફના મુખ્ય માગી તથા સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તા.૨૯૦૯ ૨૦૨૨ ૨ોજ સવારે ૭.૦૦ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.વડાપ્રધાન મોદીની સભામાં વિવિધ યોજનાના લાભાથીઓને લાવવા-લઇ જવા માટે ૧૨૦૦થી વધુ બસોનો ઉપયોગ : સભાસ્થળની આસપાસના વિસ્તારના રૂટો પર બસ સેવા આજે બંધ રહેશે

વડાપ્રધાન મોદીની જાહેરસભામાં જનમેદની એકત્રિત કરવાના હેતુથી શહેરના વિવિધ ઝોન તથા શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને લાવવા-લઇ જવા માટે મનપા દ્વારા ૧૨૦૦થી વધુ બસોનું ઉપયોગ કરવામાં આવ્યો છે..

Share Now