પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પહોંચી ચુક્યા છે.સુરત એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.વડાપ્રધાને અનેક વિકાસ કાર્યોની સુરતને ભેટ આપી છે.પીએમના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હાલમાં સુરતમાં પીએમ મોદી સભાસ્થળેથી લોકોને સંબોધન કરી રહ્યા છે.જેમાં લાખોની જનમેદની ઉમટી પડી છે.પીએમ મોદીએ ભારત માતાકી જયના નાદથી સંબોધનની શરૂઆત કરી હતી.પીએમ મોદીએ તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી.પીએમ મોદીએ જણાવ્યું હતું કે નવરાત્રિના પાવન પર્વ પર સુરત આવવું થોડું મુશ્કેલ લાગે છે.સુરત આવીએ અને સુરતનું ભોજન લીધા વગર જવું પણ મુશ્કેલ છે.સુરત આવવું મારા માટે સૌભાગ્યપૂર્ણ છે.તમારો ઉત્સાહ તમારો મારા પ્રત્યેનો પ્રેમ દિવસે દિવસે વધી રહ્યો છે.સુરત વિકાસનું પર્યાય છે.સુરત શહેર તમામનું સન્માન કરનારૂં શહેર છે.
પીએમ મોદીએ સંબોધમાં કહ્યું કે, ગુજરાત આજે દેશમાં આગવું સ્થાન ધરાવે છે.દુનિયામાં સૌથી વધુ વિકસિત થઈ રહેલા શહેરોમાં સુરત અગ્રીમ છે.ડબલ એન્જીન સરકાર બન્યા પછી ઘર બનાવવામાં તેજી આવી છે અને સુરતના મિડલ ક્લાસ લોકોને વધુ સુવિધાઓ મળી રહી છે.સુરત ઝુપડપટ્ટી મુક્ત થવાના આરે છે.સુરત આગળ વધવાના સપના સાકાર કરે છે.સુરત સોનાની મુરત ગણાય છે.સુરત વિકાસનું ઉત્કુષ્ટ ઉદાહરણ છે.સુરતે અનેક આપદાઓનો સામનો કર્યો છે.સુરત ભાજપનો પરંપરાગત ગઢ ગણાય છે.સુરતની તમામ વિધાનસભા બેઠક ભાજપ પાસે છે.સુરતને ભગવાન પરશુરામની સમૃદ્ધીનું વરસાદ છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે દુનિયાભરમાં વિકસિત થશે.હિરા અને કપડાના કારોબારમાં અનેક લોકોને રોજગારી આપી છે.