અમદાવાદ : એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ED દ્વારા આજે મિલ્કત જપ્તીના કિસ્સાઓમાં ભારતમાં થયેલી અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે.જેમાં જાણીતી ઇલેક્ટ્રોનિક કંપની Xiaomi ના ખાતામાં જમા થયેલી રૂ.5551.27 કરોડ કબ્જે લેવાના આદેશ આપવામાં આવ્યા છે. FEMA એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગત 29 એપ્રિલે આ કાર્યવાહીના અપાયા હતા આદેશ
મળતી માહિતી મુજબ, FEMA હેઠળ નિયુક્ત સક્ષમ સત્તાધિકારીએ FEMA ની જોગવાઈઓ હેઠળ Xiaomi ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સામે રૂ. 5551.27 કરોડની જપ્તીનો આદેશ પસાર કરવા માટે મંજૂરી આપી છે.દેશમાં અત્યાર સુધીની આ સૌથી મોટી જપ્તી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે આ જાણકારી આપી હતી કે, ગત 29 એપ્રિલના રોજ, EDએ FEMA એક્ટ હેઠળ Xiaomiની આ બેંક ડિપોઝિટને જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.બાદમાં આ ઓર્ડર ઓથોરિટીની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.દરમ્યાન EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે FEMA એક્ટની કલમ 37A હેઠળ Xiaomi ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ તેની બેંક થાપણો જપ્ત કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. ભારતમાં આ સૌથી મોટી જપ્તી ઓર્ડર રકમ છે જેને ઓથોરિટી દ્વારા ક્લિયર કરવામાં આવી છે.