હિન્દુ મહાસભાએ દુર્ગા માતાના પંડાળમાં ગાંધીજીને અસુર તરીકે દર્શાવ્યા

141

કલકત્તા,તા. 2. ઓક્ટોબર, 2022 રવિવાર : પશ્ચિમ બંગાળમાં નવરાત્રી પર્વના કારણે દુર્ગાપૂજાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.કોલકાતામાં ઠેર ઠેર બનાવાયેલા દુર્ગા પંડાળોમાં હજારો લોકો રોજ દર્શન કરવા માટે પહોંચી ગયા છે.જોકે રુબી પાર્ક વિસ્તારમાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ દુર્ગા માતાની બનાવેલી પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો છે.

આજે બે ઓક્ટોબરે જ્યારે મહાત્મા ગાંધીજીની જંયતિ છે ત્યારે હિન્દુ મહાસભા આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવતી હોય છે.બીજી તરફ હિન્દુ મહાસભાએ પોતાના દુર્ગાપૂજા પંડાળમાં ગાંધીજીને અસુર તરીકે દર્શાવ્યા છે.મહાસભાના પશ્ચિમ બંગાળના કાર્યકારી અધ્યક્ષ ચંદ્રચૂડ ગોસ્વામીએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, બહુ વર્ષો બાદ બે ઓક્ટોબરના રોજ દુર્ગાપૂજાના તહેવારની પણ ઉજવણી થઈ રહી છે ત્યારે અમે ગાંધીજીને અસરુના સ્વરુપે બતાવાવાનુ નક્કી કર્યુ છે.આ આયોજન માટે તમામ સ્તરે મંજૂરી લેવામાં આવી છે અને કોઈએ વાંધો ઉઠાવ્યો નથી.ગાંધીજીએ આ દેશ માટે કશું સારુ કર્યુ નથી.દેશના ભાગલા માટે ગાંધીજી જવાબદાર છે અને અમે ગાંધીજીને રાષ્ટ્રપિતા માનતા નથી.

પંડાળમાં દુર્ગા માતાની પ્રતિમાને અસુરનો વધ કરતી દર્શાવાઈ છે અને અસુરના સ્થાને ગાંધીજીને જોઈ શકાય છે.

Share Now