– અરજી આપવાના બદલે સેનેટરી ઈન્સ્પેકટરે લાંચ માંગી
– એસીબીએ રૂ.5000/-ની લાંચ લેતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી
હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે ઠેર-ઠેર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કેટલીક જગ્યાએ મોટા પાયે તો કેટલીક જગ્યાએ નાના પાયે માતાની આરાધના કરવામાં આવી રહી છે.ત્યારે નવરાત્રીમાં ગરબા રમવા માટે એન.ઓ.સી કરાવવાનું હોય છે.જેને લઈને સુરતના મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી ઈન્સ્પેકટરને એસીબી દ્વારા એન.ઓ.સી કરી આપવાના બદલામાં લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, એક જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગવા સેન્ટરી ઈન્સપેક્ટર મનોજકુમાર મહેશચંદ્ર ચોકસી વિરુદ્વ એસીબીમાં ફરિયાદ નોંધાવી છે.જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, સુરત શહેર વિસ્તારમાં નવરાત્રી ગરબા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં એન.ઓ.સી. મેળવવા અરજી કરવામાં આવી હતી.આ એન.ઓ.સી. આપવા માટે સુરત મહાનગરપાલિકાના વર્ગ-3માં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા રૂ.5000/-ની લાંચ માંગવામાં આવી હતી.
જો કે, હાલના સમયમાં લોકોને કાયદાકીય જ્ઞાન હોવાથી જાગૃત નાગરિક આ લાંચ આપવા માંગતો નહોતો.તેથી તેના દ્વારા આ અંગે એસીબીનો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદીએ કરેલી ફરિયાદને આધારે એસીબીની ટીમ દ્વારા સેનેટરી ઈન્સપેકટરને રંગે હાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું.