ચૂંટણી 2022 : સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોડના અધિકારીઓને વિશેષ અધિકારો અપાયા, જાણો વિગતવાર

302

– ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કક્ષાની એમસીએમસી સમિતિની રચના
– આણંદમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
– ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા કક્ષાની ઇએમએમસી સમિતિની રચના

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.આ તૈયારીઓના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.જે અંતર્ગત વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી રહી છે.આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી મનોજ દક્ષિણી દ્વારા જિલ્લાના સાત વિધાનસભા મત વિભાગો માટે એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર,ફલાઇંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરી સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે.ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ હેઠળ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા મુખ્યત્વે ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંદર્ભે ચૂંટણીના સમયગાળા દરમિયાન રોકડ રકમ,દારૂ કે અન્ય વાંધાનજનક ચીજવસ્તુઓની આપ-લે ઉપર દેખરેખ રાખવાનું તથા ગુનાહિત કૃત્ય માલુમ પડે તેવા કિસ્સામાં તે જપ્ત કરી તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે.

આ હેતુ માટે ચૂંટણી ખર્ચ નિયંત્રણ અંગેની કામગીરી માટે નિમણૂંક આપવામાં આવેલ અધિકારીઓને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૨૧ હેઠળ ખાસ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂંક કરવી જરૂરી હોઇ તેમજ આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ તથા ૧૪૪ હેઠળના અધિકારો આપવા આવશ્યક હોઇ ગૃહ વિભાગના તા. ૧૮/૧૦/૨૦૧૨ના જાહેરનામાથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ આ અધિકારીઓને આવી સત્તાઓ સોંપવા સંબંધી આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. વાય. દક્ષિણીએ કચેરીના તા. ૨૦/૯/૨૦૨૨ના હુકમથી ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંબંધી કામગીરી માટે નિયુકત કરવામાં આવેલ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોર્ડના લીડરોને ચૂંટણી ખર્ચ સંબંધી તેમજી ફરજના કાર્યક્ષેત્ર માટે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડે તે તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગળા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૨૧ નીચે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નીમીને તેઓને સોંપવામાં આવેલ ચૂંટણીની ફરજોના કાર્યક્ષેત્ર માટે આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ હેઠળના અધિકારો/સત્તાઓ ભોગવવા અંગેનો હુકમ જારી કર્યો છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને જિલ્લા કક્ષાની એમસીએમસી સમિતિની રચના

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તૈયારીઓના ભાગરૂપે આણંદમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ચૂંટણી પંચ,નવી દિલ્હી અને ગાંધીનગરની વખતોવખતની સૂચના તથા નામદાર સુપ્રિમ કોર્ટના જેમિની ટી.વી. પ્રા.લિ. વિરૂધ્ધ ચૂંટણી પંચ નવી દિલ્હીના ચુકાદામાં આપવામાં આવેલ સુચના મુજબ રાજય વિધાનસભા/લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ઉમેદવારો તરફથી કરવામાં આવતી જાહેરાત/સમાચાર રાજકીય પક્ષો/સંબંધિત ઉમેદવારના તરફેણમાં અથવા વિરોધમાં હોય છે,જેનો ચૂંટણીમાં સીધો લાભ સંબંધિત પક્ષ/ઉમેદવારોને થતો હોય છે.આ સંજોગોમાં આવી જાહેરાત/સમાચાર કે જેને “PAID NEWS” તરીકે ગણી તેનો ખર્ચ જે તે પક્ષ/ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં સામેલ કરવાનો હોય છે.આ સમગ્ર બાબતો પર નિયંત્રણ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને ધ્યાને લઇ જિલ્લાની એમસીએમસી (Media Certification and Monitoring Committee [MMC]) ની રચના કરવામાં આવી છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને જિલ્લા કક્ષાની ઇએમએમસી સમિતિની રચના

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગરની મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ-૨૦૧૨થી ચુંટણીઓ દરમિયાન મીડિયા કંટ્રોલ રૂમની રચના કરવામાં આવેલ છે. જેના દ્વારા રાષ્ટ્રીય/સ્થાનિક કક્ષાએ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ સમાચારો પર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ઇલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર (Electronic Media Monitoring Center {EMMC} )ની રચના કરવાની સૂચના મળેલ છે. આ સૂચનાનુસાર ગુજરાતમાં આગામી સમયસમાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય/સ્થાનિક સમાચાર ચેનલોમાં ચૂંટણી પ્રક્રિયા સંબંધી અગત્યના બનાવો,આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન, ખર્ચ પરના નિયંત્રણ અંતર્ગત રોકડ રકમ મળવી અને તેની જપ્તી વગેરેના સમાચારોનું પૃથ્થકરણ કરવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ એક હુકમ દ્વારા જિલ્લા કક્ષાની ઇલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર (Electronic Media Monitoring Center {EMMC} )ની રચના કરી છે.આ જિલ્લા કક્ષાની રચવામાં આવેલ કમિટીના અધ્યક્ષસ્થાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મનોજ દક્ષિણી રહેશે. જયારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની તથા જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ માહિતી નિયામકશ્રીની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીઓની કરવામાં આવેલ નિમણૂંક

આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન આણંદ જિલ્લામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ના સુચારૂં અમલ અર્થે તથા આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે તે માટે જિલ્લામાં વિવિધ કામગીરી માટે ૧૮ નોડલ અધિકારીઓની આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મનોજ દક્ષિણી દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.આણંદ જિલ્લામાં જે વિવિધ અધિકારીઓની નોડલ અધિકારીઓ તરીકે નિમણૂંક કરવામાં આવી છે તેમાં જિલ્લા વિકાસ અધિકારીની ખર્ચ નિરીક્ષક તરીકે,નિવાસી અધિક કલેકટરની મેનપાવર મેનેજમેન્ટ,પંચાયત માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ,સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની તાલીમ મેનેજમેન્ટ,જિલ્લા ખેતીવાડી અધિકારીની મટિરીયલ મેનેજમેન્ટ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની આદર્શ આચારસંહિતા (MCC), રાજયના માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેરશ્રીની ઓર્બ્ઝવર, નિવાસી અધિક કલેકટરની કાયદો અને વ્યવસ્થા,જિલ્લા આયોજન અધિકારી,જિલ્લા પોલીસ અધિક્ષક અને એસ.ટી.ડેપોના મેનેજરની પોસ્ટલ બેલેટ પેપર/ડમી બેલેટ,નાયબ માહિતી નિયામકની મીડિયા,એન.આઇ.સી.ના જિલ્લા ઇન્ફર્મેટીકસ અધિકારીની કોમ્પ્યુટરાઇઝેશન, સિંચાઇના કાર્પપાલક ઇજેનની હેલ્પલાઇન અને કમ્પલેઇન નિવારણ,જિલ્લા આયોજન અધિકારીની એસએમએસ મોનીટરીંગ અને કોમ્યુનિકેશન પ્લાન,જિલ્લા આરોગ્ય અધિકારીની એમ્પ્લોય વેલ્ફેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સ્વીપ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની દિવ્યાંગજનો માટે તથા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ લેબર કમિશનરની માઇગ્રેટ લેબર માટેના નોડલ અધિકારીનો સમાવેશ થાય છે.

Share Now