સુરતમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતા એકનું મોત, 8 ઇજાગ્રસ્ત

232

– ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યુ, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ
– તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા

સુરત શહેરમાં ફરી વખત લિફ્ટ દુર્ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.શહેરના ભટાર વિસ્તારમાં વહેલી સવારે આ ઘટના બની હતી જેમાં લિફ્ટ તૂટી જતા એક કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ શાંતિવન મિલમાં આજરોજ લિફ્ટ દુર્ઘટના સર્જાયા હતી, જ્યાં અચાનક બીજા માળેથી લિફ્ટ તૂટી પડી હતી જેને પગલે લિફ્ટ માં હાજર લોકો ઘવાયા હતા.લીફ્ટ તૂટી પડવાની ઘટનાને પગલે મિલમાં અફરા તફરી મચી જવા પામી હતી.તો બીજી તરફ આ દુર્ઘટનામાં એક કામદારનું જ હતું જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા.આ સહિત કેટલાકને કમરમાં ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.લિફ્ટ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

શાંતિવન મિલમાં થયેલી આ દુર્ઘટનામા લિફ્ટ કઈ રીતે તૂટી ગઈ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.જોકે લિફ્ટ તૂટવાને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અમદાવાદમાં પણ લિફ્ટ દુર્ઘટના સર્જાય હતી અને તેના બે દિવસ બાદ સુરતમાં પણ લિફ્ટ દુર્ઘટના સર્જાય હતી જેમાં બે કામદારોના 14માં માળેથી પટકાવવાને કારણે મોત નીપજ્યા હતા.ક્યારે આજરોજ ફરી સુરતમાં લિફ્ટ દુર્ઘટનાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

Share Now