માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરાદીએ એક જ દિવસમાં ત્રણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અંકે કર્યા

209

– એક મિનિટમાં હાથ વડે સૌથી વધુ ડ્રીંકસ કેન (ટીન) ક્રશ કર્યા
– મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટનો રેકોર્ડ
– હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચના ખતરનાક કરતબ કર્યા

સુરત: માર્શલ આર્ટ ક્ષેત્રે સુરતને વૈશ્વિક સ્તરે નામના અપાવનાર વિસ્પી ખરાદી દ્વારા અહીં સુરતના સરસાણા કન્વેનશન સેન્ટરમાં એક જ દિવસમાં ત્રણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ પોતાના નામે અંકે કર્યા હતાં.એટલું જ નહીં ત્રણ – ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે.તેમની આ સિદ્ધિમાં ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન સામેલ થયા હતા.ખરાદીએ મંગળવારે 11 વર્ષ જૂના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને બ્રેક કર્યો હતો તો અત્યાર સુધી ક્યારેય નહીં બન્યા હોય એવા બે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા.

વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ ખતરનાક કરતબો કરીને સાત વિશ્વ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.જ્યારે મંગળવારે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે.જેમાં પહેલો વિશ્વ રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ ડ્રીંક કેન (ટીન) હાથથી તોડવાનો હતો.આ પહેલા આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુહમ્મદ કહરીમાનોવિક નામે હતો,જેમને વર્ષ 2011માં એક મિનિટમાં 74 કેન હાથથી તોડ્યા હતા.બીજો રેકોર્ડ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટમાં સ્થાપ્યો છે.આ કરતબમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આપવામાં આવેલ ડેંસિટી અને સાઇઝના સિમેન્ટમાં બ્લોક્સ મુકવામાં આવ્યા હતા અને એક સાથે ઓછામાં ઓછા 51 બ્લોક્સ કોણીથી તોડવાના હતા,જે કરતબ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.જ્યારે ત્રીજો રેકોર્ડ હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચનો હતો.જેમાં વિસ્પીની ઉપર અને નીચે ખીલાઓનું પ્લેટફોર્મ હતું અને સેન્ડવિચની જેમ વિસ્પી વચ્ચે સૂતેલો હતો.તેમની છાતીની ઉપર 525 કિલોનો કોંક્રિટ બ્લોક મુકવામાં આવ્યો હતો અને ખુદ સાહિલ ખાને આ બ્લોક હથોડાથી તોડ્યો હતો.આ કરતબમાં કોઈ ટાઈમ લિમિટ નહોતી.જોકે મહત્વની વાત એ છે કે ડ્રીંક કેન બ્રોકન સિવાયના જે બે કરતબ હતા તે અત્યાર સુધી કોઈએ નથી કર્યા પરંતુ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશેષ રીતે વિસ્પીની કાબેલિયત જોઈને આ કરતબ કરવા માટેની મંજૂરી આપી હતી.આ ઇવેન્ટમાં કેપી ગ્રુપના ઓનર ફારુક પટેલ અને ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન દ્વારા સંપૂર્ણ સહયોગ મળ્યો હતો અને આ ત્રણેય મહાનુભાવો દ્વારા ઇવેન્ટના અંતે વિસ્પી ખરાદીને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Share Now